________________
ગણધરની સાથે દાર્શનિક ચર્ચાઓ
૪૭૧
મુખ પ્લાન થઈ ગયું અને સાશ્ચર્ય વિચાર કરવા લાગ્યા “આ શું છે? શું દેવગણ કેઈની માયામાં ફસાઈ ગયા? યા ભ્રમમાં પડી ગયા? ઇન્દ્રભૂતિએ જોયું કે આ તે એમની સાથે કરવામાં આવેલી મજાક છે. દેવવિમાને જોઈને યજ્ઞમંડપમાં યજ્ઞના મહિમા અંગે પિકાર પાડતે હતો, પણ આ દેએ તે મારે અહંકારને નાશ કરી નાખે. ઇન્દ્રભૂતિ ગૌતમે આર્ય સેમિલને પૂછયું–આર્ય ! આજ પાવાપુરીમાં કોણ આવ્યું છે?”
આર્ય સમિલ – શું તમને ખબર નથી ? ઈદ્રભૂતિ–નહીં
સેમિલ-ક્ષત્રિયકુમાર વર્ધમાન ! જેમણે લગભગ તેર વર્ષ પૂર્વે ઘર છેડીને પ્રવજ્યા ગ્રહણ કરી હતી.
હવે કઠોર તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના યજ્ઞ વિરોધી, વેદ-વિરેધી, વર્ણાશ્રમ વિરોધી સિદ્ધાંતોના પ્રચાર માટે તેઓ પાવાપુરી આવ્યા છે. ખૂબ આડંબર છે, દેવતાઓને પણ એમણે પિતાના વશમાં લઈ લીધા છે.
ઇન્દ્રભૂતિ–સારું! વર્ધમાન એટલો બધો બળવાન છે, સારું ! હમણા જ જઈને જોઉં છું. આર્ય સેમિલ! મને લાગે છે કે વર્ધન માને કંઈક તપસ્યા કરીને ઐન્દ્રજાલિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એ લેકેને ભ્રમમાં યા માયાજાળમાં પાડી રહ્યો છે. પણ આ અંધકાર ત્યાં સુધી જ છે, જ્યાં સુધી મારા જ્ઞાનને સૂર્ય ત્યાં પહોંચ્યો નથી.
સેમિલ–આર્ય! આપનું કથન સત્ય છે. મારી પણ એ આંતરિક ઇચ્છા છે કે વર્ધમાનની જાગૃત થતી શક્તિને આરંભથી જ રેકવામાં આવે. સરિતાના પ્રબલ પ્રવાહને પ્રારંભથી જ ખાળવે જોઈએ, નહીં તે તે વિશેષ બળવાન થઈ જાય છે. શ્રમણ વર્ધમાન પાછળ અનેક ક્ષત્રિય શાસકેનું પીઠબળ છે. વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ મહારાજા ચેટક શરૂઆતથી જ આપણી વૈદિક પરંપરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org