________________
૪૭
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વ્યક્ત અને સુધર્મા નામના બે વિદ્વાન કલાક-સન્નિવેશથી આવ્યા હતા. વ્યક્ત ભારદ્વાજ ગોત્રીય હતા અને સુધર્મા અગ્નિવૈશ્યાયન. એમની સાથે પણ પાંચસો-પાંચસે વિદ્યાર્થીઓ હતા.
આ યજ્ઞમાં મંડિક અને મૌર્યપુત્ર–એ બે વિદ્વાન મૌર્ય સન્નિવેશથી આવ્યા હતા. મંડિક વાસિષ્ઠ ગોત્રના અને મૌર્યપુત્ર કાશ્યપ શેત્રના હતા. આ બન્નેની સાથે પણ ત્રણ પચાસ-ત્રણસો પચાસ શિષ્ય હતા.
અકલ્પિત, અચલબ્રાતા, મેતાર્યા અને પ્રભાસ નામના ચાર અન્ય વિદ્વાન પણ એ સભામાં હતા. જે અનુક્રમે મિથિલના ગોતમ ગોત્રીય, કૌશલને હારિત ગોત્રીય, તંગિક (કૌશાંબી)ના કૌડિન્ય ગોત્રીય અને રાજગૃહના કૌડિન્ય ગોત્રીય હતા. આ અગિયાર વિદ્વાન આ સર્વ વિદ્વાનોમાં મુખ્ય હતા.
સર્વજ્ઞ સર્વદર્શી ભગવાને જોયું કે મધ્યમ પાવાપુરીને પ્રસ્તુત પ્રસંગ અપૂર્વ લાભકારક છે. ભારતના મૂર્ધન્ય મનીષી વિજ્ઞગણ પણ અજ્ઞાનાંધકારમાં અટવાય છે, સાથે સાથે બીજાને પણ અજ્ઞાનાંધકારમાં ધકેલી રહ્યા છે. તેઓ બેધ પ્રાપ્ત કરશે તે હજારે પ્રાણીઓને સત્ય માર્ગે ચાલવા માટે પ્રેરણા આપશે.
ભગવાન મહાવીર મધ્યમ પાવાપુરી પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી, વિશાલ માનવમેદની એકત્રિત થઈ. સુર અને અસુર બધા ઉપદેશ સાંભળવા ઉપસ્થિત થયા. મહાવીરની મેઘગંભીર ગજના સાંભળીને બધાને મનમયૂર નાચી ઊઠયો. લેકેની જીભ પર મહાવીરની સર્વજ્ઞતા પર ચર્ચા થવા લાગી. આકાશમાંથી આવતા દેવગ
ને જોઈને પંડિતોએ વિચાર્યું-“અમારા યજ્ઞથી આકર્ષાયેલ દેવગણ આવી રહ્યા છે.” હજારે લાખે આખે આકાશ તરફ એકીટસે જઈ રહી. પણ જ્યારે દેવ-વિમાન યજ્ઞમંડપની ઉપરથી સીધું જ આગળ નીકળી ગયું, ત્યારે ભારે નિરાશાથી એમની આંખો નીચી નમી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org