________________
સંગમ ઉપસર્ગ
૪૨૭
કાઢી મૂક્યું. તે પોતાની દેવીઓ સાથે મેરુ પર્વતના શિખર પર રહેવા લાગ્યું. ૧૧
સંગમના જે જ જાતકડકથામાં મારદેવ પુત્રને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જેવી રીતે સંગમે મહાવીરને ઉપસર્ગ કષ્ટ આપ્યું, તેવા જ ઉપસર્ગો મારદેવપુત્ર બુદ્ધને કરે છે. પણ બુદ્ધ દસ પારમિતાઓનું પૂર્વભવના સંબંધોનું સ્મરણ કરે છે. જેનાથી તે આક્રમણ ફૂલેના રૂપમાં બદલાઈ જાય છે. અને એમને કષ્ટદાયક બનતા નથી. પણ મહાવીર એમ કરતા નથી. મહાવીરને આ ઉપસર્ગ છદ્મસ્થ કાલના અગિયારમાં વર્ષમાં કરવામાં આવે છે. તેમ બુદ્ધને અબાધિદશાનાં અંતિમ વર્ષમાં કરવામાં આવે છે. આ પ્રમાણે એકબીજામાં ઘણી સમાનતા છે.
સંગમના પ્રસ્થાન પછીના બીજે દિવસે ભગવાન છ મહિનાની કઠિન તપસ્યા પૂર્ણ કરી જગાંવમાં પારણુ માટે પધારે છે. ત્યાં વત્સપાલક વૃદ્ધાએ પ્રસન્નતાથી પ્રભુને ખીરનું આહારદાન આપ્યું. ૧૩
વ્રજગાંવથી આલંભિયા, તામ્બિકા, શ્રાવસ્તી, કૌશામ્બી, વારાણસી, રાજગૃહ, મિથિલા વગેરેને પાવન કરીને ભગવાન વૈશાલી ૧૧ (ક) આવ. નિર્યુક્તિ ૩૯૫-૩૯૬.
(ખ) આવશ્યક ચૂણિ ૩૧૪.
(ગ) મહાવીર ચરિયું (નેમિચન્દ્ર) ૧૧૧૯-૧૧૨૨. ૧૨ જાતકકથા નિદાન. ૧૩ (ક) આવ નિર્યુકિત ૩૯૪ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૪૭.
(ધ) આવ. ચૂર્ણિ ૩૧૪ (ઘ) આવશ્યક મલય. વૃત્તિ ૨૯૩. (ડ) આવશ્યક હરિભદ્રીયા વૃત્તિ ૨૨૦. (य) भयव पि बीयादिवसे घोसगओ वच्छवालथेरीए । पडिलाहिओं सुहरिसियमणाए दासीण रवीरीए ।
- મહાવીર ચરિયું (મિ) ૨૩૧ (છ) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૨૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org