________________
મહાવીર ભૂલ્યા ?
વગેરે કરનાર. ૪. આજીવક સંપ્રદાયમાં એને શે। અર્થ હતા તે હાલ ઉપલબ્ધ થતું નથી. સભવ છે કે એમણે ભિક્ષાચારીના કઠોર નિયમ વડે આજીવિકા પ્રાપ્ત કરનારની પ્રસંશા થતી હાવાનું માનીને એને અપનાખ્યા હાય. જૈન અને બૌદ્ધ અને સાહિત્યમાં આજીવકાના ઠાર નિયમ અંગે ચર્ચા ઉપલબ્ધ થાય છે. મજિઝમનિકાયના મત પ્રમાણે એના ઘણા ખરા નિયમા નિગ્રંથા સાથે સમાનતા રાખનાર અને કેટલાક તે એનાથી પણ કઠોર હતા.૪૧
આજીવકાની ભિક્ષાચરી અંગે પ્રશંસાત્મક વિવરણ આપતા લખવામાં આવ્યું છે કે “ગામે અને નગરામાં આજીવક સાધુ હોય છે. એમાંના કેટલાંક એક એ ઘર છેડીને, કેટલાક ત્રણ ઘર છેડીને જ્યારે કેટલાક સાત ઘર છોડીને ભિક્ષા ગ્રહણ કરે છે. ૨
૪૪૯
ભગવતી સૂત્રમાં આજીવક ઉપાસકેાના આચાર-વિચારનું પ્રશંસાત્મક વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે તે ગેાશાલકને અરિહંત માને છે. માતા-પિતાની સેવા-શુશ્રુષા કરે છે. ઉમરડા વડ, ખેર, અંજીર અને પીલું આ પાંચ પ્રકારના ફળાનું ભક્ષણ કરતા નથી. પલાડુ (પ્યાજ−ડુંગળી), લસણ વગેરે કન્દમૂલનું પણુ ભક્ષણ કરતા નથી. ખળદો પાસે નિર્લનનું કાર્ય કરાવતા નહીં. એમના કાન– નાકનું છેદન કરતા નહી' અને ત્રસ-પ્રાણીઓની હિંસા થાય એવી પ્રવૃત્તિ કરતા નહીં.
આ પરથી એ સ્પષ્ટ થાય છે કે આજીવક સંપ્રદાયમાં ભિક્ષા અંગે કઠોર નિયમે હતા જેનાથી એનું નામ આજીવક પડ્યું.
૪૦. (ક) ભગવતી સૂત્ર વૃત્તિ ૨૧, ઉદ. ૨ (ખ) જૈનાગમ શબ્દ સ’ગ્રહ પૃ. ૧૩૪ (2) Hoernle, Ajivikas in Encyclopaedia of Religion and Ethics E, J. Thomas, life of of Buddha p. 130 ૪૧. મહાસચ્ચક સૃત ૧-૪૬
૪૨. અભિધાન રાજેન્દ્રકાષ ભાગ ૨ પુ. ૧૧૬
૪૩. ભગવતી શતક ૮. ઉદ્દે. પ
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org