________________
૪૪૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભગવાન મહાવીર દ્વારા શીતલલેશ્યાને પ્રગ એક પરમ કારુણિક ભાવનાનું નિદર્શન છે. જ્યારે એક પંચેન્દ્રિય પ્રાણી બળી રહ્યો હોય અને બીજી વ્યક્તિ નિરપેક્ષભાવે ઊભી રહી તે જોયા કરે, એના હદયમાં અનુકંપાની લહેર ન ઊઠે–એ મુકેલ–બાબત છે. ઓછામાં ઓછું એ સાધક માટે એમના હૃદયમાં કણેકણમાં કરુણું છલકાઈ રહી હોય ત્યારે. પરંતુ આ ઘટના-પ્રસંગને વિકટ વિવાદને વિષય બનાવી આચાર્ય ભીખણુજીએ આ અનુકંપાના પ્રસંગને મહાવીરની ભૂલ લેખાવી છે. એમણે કહ્યું છે- છાશ પૂરા તિળકનૈ ?”
અમારી દષ્ટિથી આ અહિંસાને એકાન્તિક આગ્રહ યા એકાંગી ચિન્તન છે. કેમકે મહાવીરની અહિંસા ફક્ત નકારાત્મક નથી. કિયા
ત્મક પણ હતી અને એનું નિદર્શન એમણે શાલકની પ્રાણ રક્ષા કરીને પ્રસ્તુત કર્યું છે. અહીં અહિંસાની ચર્ચા વિસ્તૃત રીતે કરવા ઈચ્છતા નથી એટલે અમે અત્રે એટલું જ કહીશું કે જે કઈ મહાવીરે ભૂલ કરી હતી એમ જણાવે છે તેઓ પોતાના એકાંગી ચિંતનના કારણે જ તેમ કહે છે. વાસ્તવમાં મહાવીરના જીવન અંગે ઊંડાણથી વિચારનાર વિચારક એ સ્વીકારશે કે મહાવીર જિન હતા, કપાતીત હતા. સામાન્ય ક૯૫માં અટપટી અને અવિહિત (શાસ્ત્રોક્ત ન હોય તેવી) લાગનાર વાત કે ઘટના કલ્પાતીત સાધકના જીવનમાં બનતી હોય છે. ભગવાન મહાવીરના જીવનમાં આવા અનેક પ્રસંગે આવ્યા છે. પરંતુ આપણે એના ઊંડાણને સમજ્યા વગર એને મહાવીરની ભૂલ ગણાવી બેસીએ તે સર્વથા અનુચિત અને અવિવેકપૂર્ણ વાત બનશે.
આજીવક સંપ્રદાય બૌદ્ધ સાહિત્યમાં આવક અને જૈન સાહિત્યમાં “આજીવિક શબ્દ ગોશાલકની શ્રમણ પરંપરાને માટે વપરાય છે. અને શબ્દ એકાર્યું છે. બન્ને શબ્દને અર્થ છે–આજીવિકાને માટે જ તપશ્ચર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org