________________
ધાર અભિગ્રહ
નહી, પણ છેલ્રા ચાર માસથી કંઈ પણ લીધા વિના આવી રીતે પાછા ફરે છે.’ જ્યારે એણે આ વાત સાંભળી તે તે વધુ ચિંતામાં પડી ગઈ. એણે અમાત્ય સુગુપ્તને નમ્ર નિવેદન કર્યું– “આપ કેવા મહામંત્રી છે કે ચાર-ચાર મહિના પૂરા થવા છતાં ભગવાન શ્રીમહાવીરને ભિક્ષા ઉપલબ્ધ થતી નથી. એમનેશે અભિગ્રહ છે? અને કંઈ પણુ ખ્યાલ આવતા નથી. તે પછી આ બુદ્ધિ ખીજા શેમાં કામ આવશે ?”
અમાત્યને પોતાની ભૂલના ખ્યાલ આવ્યેા. એણે તરત જ પાતે આ અંગે શેાધ કરશે, એવું આશ્વાસન આપ્યું. પ્રસ્તુત સંવાદ વિજયા પ્રતિહારીએ સાંભળી લીધે, એણે તે મહારાણી મૃગાવતીને જણાવ્યે, અને તે એણે સમ્રાટ શતાનિકને કહ્યો. સમ્રાટ અને સુગુપ્ત નામના અમાત્યે આ અંગે ખૂબ પ્રયાસ કર્યાં. રાજાએ પ્રજાને પણ નિયમાપનિયમને પરિચય કરાવી પ્રભુના અભિગ્રહ પૂર્ણ કરવાની સૂચના આપી, પરંતુ ભગવાન મહાવીરનેા અભિગ્રહ પૂર્ણ થયા નહીં. પાંચ મહિના અને પચ્ચીસ દિવસ પસાર થઈ જવા છતાં પણ એમની મુખમુદ્રા એવી જ તેજોદીપ્ત હતી.
3
એક દિવસ પોતાના નિયમ પ્રમાણે કૌશાંખીમાં પરિભ્રમણ કરતા ભગવાન ધન્નાશ્રેણીના ખારણે પહેાંચ્યા. રાજકુમારી ચંદના સૂપડામાં ખાકળા લઈ ને ત્રણ દિવસથી ભૂખી-તરસી બારણાં વચ્ચે પિતાના આગમનની પ્રતીક્ષા કરતી ઊભી હતી. દૂરથી ભગવાન મહાવીરને આવતા જોઈ એના મનમયુર નાચી ઊઠયો. હૃદયકમલ ખીલી ઊઠયું. હાથકડી અને એડીએ ઝણકી ઊઠી, તે અપલક દૃષ્ટિથી પ્રભુને પોતાની તરફ આવતા જોઈ ને વિચારવા લાગી કે મારા ધન્યભાગ્ય છે કે ભગવાન મારે ત્યાં પધારી રહ્યા છે, અડદ જેવી તુચ્છ વસ્તુ ભગવાનને કેવી રીતે આપીશ–એ વિચારતાં ચંદનાની આંખોમાં આંસુ
૩. (૩) આવશ્યક ચૂર્ણિ ૩૧૩ (ગ) આવ. દ્વારિભદ્રી. ૨૨૩
૪૫૩
Jain Education International
(ખ) આવ. મલય. વૃત્તિ ૨૯૫ (ધ) મહાવીરચય ૧૨૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org