________________
મહાવીરનું તપ
(૩) જીવની જેમ એમની અપ્રતિહત ગતિ હતી. (૪) તેએ આકાશની માફક આલંબનરહિત હતા. (૫) પવનની માફ્ક અપ્રતિમ હતા.
(૬) શરદઋતુના સ્વચ્છ જલની માફ્ક તેએ નિર્મલ હતા. (૭) કમલપત્રની જેમ ભાગથી નિલે ૫ હતા. (૮) કાચખાની જેમ જિતેન્દ્રિય હતા.
(૯) ગેંડાની માફ્ક રાગ-દ્વેષથી રહિત-એકાકી હતા. (૧૦) પક્ષીની માફ્ક અનિયત વિહારી હતા. (૧૧) ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત હતા. (૧૨) શ્રેષ્ઠ હાથીની સમાન શ્ર હતા. (૧૩) વૃષભના જેવા પરાક્રમી હતા. (૧૪) સિંહની માફક દુષ હતા. (૧૫) સુમેરુની જેમ પરીષાને સહન (૧૬) સાગરની જેમ ગંભીર હતા. (૧૭) ચન્દ્રવત્ સૌમ્ય હતા. (૧૮) સૂર્યવત્ તેજસ્વી હતા. (૧૯) સુવર્ણની માફ્ક કાન્તિવાન હતા.
(૨૦) પૃથ્વી જેવા સહિષ્ણુ હતા. (૨૧) અગ્નિની માફક જાજવલ્યમાન તેજસ્વી હતા.
કૈવલ્ય પ્રાપ્તિ
આ પ્રમાણે અનેક ક્ષેત્રોમાં વિચરણ કરતા અનુપમ જ્ઞાન, અનુપમ દર્શન, અનુપમ સંયમ, અનુપમ નિર્દોષ નિવાસ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરલતા, અનુપમ મૃદુતા, અનુપમ અપરિગ્રહ ભાવ, અનુપમ ક્ષમા, અનુપમ અલેાભ, અનુપમ ગુપ્તિ, અનુપમ પ્રસન્નતા, અનુપમ સત્ય, સંયમ તપ વગરે, સગુણાથી આત્માને ભાવિત કરતા ભગવાન મહાવીરનાં સાડા ખાર વર્ષ પૂરાં થયાં.
३०
Jain Education International
૪૬૫
For Private & Personal Use Only
કરવામાં અચલ હતા.
www.jainelibrary.org