________________
૪૫૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
એને તે જ જંગલમાં છોડી મૂકે છે. જે એક ભીલને જડે છે અને તે એને રાષભદત્તને વેચે છે. ઋષભદત્તની પત્ની સુભદ્રા વિચારે છે કે આને સંબંધ ક્યાંક શેઠની સાથે થઈ ન જાય, એ શંકાથી તે ચન્દનાને ખાવા માટે માટીના શકેરામાં કાંછમિશ્રિત કરીને ભાત, આપતી હતી અને ગુસ્સે થઈને એને સદા સાંકળથી બાંધી રાખતી હતી. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. નગરમાં પ્રવેશ કરતા જોઈને તે સ્વાગત માટે સામે જવા તૈયાર થઈ. ભક્તિના પ્રભાવથી એના બધા બંધન તૂટી ગયા. એના કાળા-કાજળ જેવા કેશ ચમકવા લાગ્યા, એનાં વસ્ત્ર-આભૂષણ સુંદર થઈ ગયાં. તે નવ પ્રકારના પુણ્યની સ્વામિની બની ગઈ. શીલના માહાસ્યથી એનું માટીનું શાકોરું સુવર્ણપાત્ર થઈ ગયું. કોદરીને ભાત શાલી ચોખાને ભાત બની ગયે આ બુદ્ધિમતીએ વિધિપૂર્વક ભગવાનને આહાર આપે. ૧૧
વેતાંબર ગ્રંથની માફક ઉત્તરપુરાણમાં ભગવાનના ઘોર અભિગ્રહને કોઈ ઉલ્લેખ નથી. કવેતાંબર ગ્રંથોમાં આહારદાન પછી એનાં વસ્ત્ર, હાથકડીઓ વગેરેમાં પરિવર્તન થાય છે એવું વર્ણન છે. પણ ઉત્તરપુરાણકારે પહેલેથી જ આવું વર્ણન કરી નાખ્યું છે. ઉત્તરપુરાણની કથાની અપેક્ષાએ વેતાંબર ગ્રંથની કથા વિશેષ વાસ્તવિક્તાયુક્ત છે.
ચંદનબાલાનું જીવન વેતાંબર ગ્રંથ-ત્રિષષ્ટિ શલાકા–પુરુષચરિત્ર, આવશ્યક ચૂણિ વગેરેમાં ખૂબ વિસ્તારથી સુલલિત ભાષામાં આલેખવામાં આવ્યું છે. પાઠકોને ગ્રંથ જેવાની સૂચના કરવામાં આવે છે. ६. कृतोपायो गृहीत्वैनां कश्चिद् गज्छन्नभश्चरः । ___ पश्चाद् भीत्वा स्वभार्याया महारव्यां व्यसर्जयत् ॥
–ઉત્તરપુરાણ ૭૪, ૩૩૯ ૧૦. ઉત્તરપુરાણ ૭૪, ૩૪૧-૩૪૨ ૧૧. મહાભ્યસમૂત પૃથુમરારાવિક | शाल्यन्नभाववत्कोद्रवौदन विधिवत्सुधी ।।
––ઉત્તરપુરાણ ૭૪, ૩૪૩-૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org