________________
૪૩૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
રહીને ધ્યાન કરી કહ્યા હતા. ત્યારે આરક્ષક પુત્રે એમને ચોર સમજી ભાલાથી ઘાયલ કર્યા. આ અસહ્ય વેદનાને સમભાવથી સહન કરવાથી એમને કેવલજ્ઞાન થયું અને સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા. ૧૮
કુપિય સન્નિવેશમાં તંબાયથી ભગવાન કુપિય સન્નિવેશ પધાર્યા. ત્યાંના લેકેએ ભગવાનને ગુપ્તચર માની પકડી લીધા તેઓએ એમને અનેક યાતનાઓ આપી અને કારાગૃહમાં કેદ કરી લીધા. ત્યાં “વિજ્યા” અને પ્રગલ્યા” નામની પરિત્રાજિકાએ રહેતી હતી. એને જ્યારે ખબર પડી કે નિગ્રંથ શ્રમણ મહાવીરને કેદ કરવામાં આવ્યા છે એટલે તેઓ ત્યાં પહોંચી ગઈ અને અધિકારીઓને ભગવાનની ઓળખ આપી એટલે આધકારીઓએ પોતાનાં અજ્ઞાન પર પશ્ચાતાપ કરીને ભગવાનને મુક્ત કરી દીધા. ૧૯
શાલકનું અલગ વિચરણ ભગવાને ત્યાંથી વૈશાલી તરફ વિહાર કર્યો અત્યાર સુધી ગશાલક એમની સાથે હતે. પણ તે કષ્ટોથી ગભરાઈ ગયું હતું. એટલે એણે ભગવાન મહાવીરને કહ્યું-આપની સાથે રહેવાથી મારે અનેક ૧૮ (ક) આવશ્યક નિયુક્તિ ૩૬૭ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૯૧૯
(ગ) આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૯૧ (ઘ) આચાર્ય ઈન્દ્રવિજયજીએ તીર્થકર મહાવીર ભાગ ૧, પૃ. ૩૦૩માં
નિન્દિષણને અવધિજ્ઞાન થયું અને તે મરીને દેવલોકમાં ગયો, એમ જણાવ્યું છે. પણ આવશ્યક સૂણિમાં કેવલજ્ઞાનનો ઉલ્લેખ છે એટલે
એમના આ કથનને આવશ્યક ચૂણિ સાથે મેળ નથી. લેખક ૧૯. (ક) વિર વારિસ માવા વિનય ઉમા ય
આવ. નિર્યુકિત ૩૬૭ (ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૯ (ગ) આવશ્યક ચૂણિ પૃ. ૨૯૧ (૧) આવશ્યક મલય. વૃત્તિ ૨૮૧-૨૮૨ (ક) મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) (ચ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૫૮૩-૫૮૭ ૬, ૧૯૬–૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org