________________
ભગવાન મહાવીરના ૩૦ વર્ષના ગૃહજીવનની જે ઘટનાઓ હાલ સાહિત્યમાં ઉપલબ્ધ છે, એની ચર્ચા પાછલાં પાનાં પર કરી ગયા છીએ. ૩૦ વર્ષની જુવાન વયમાં સંસારના અસીમ ઐશ્વર્ય અને ભાગસામગ્રીઓને લાત મારી સાધનાના આગ્નેય પથ પર આગળ જવું તે ઉત્કટ સાહસ, અદ્ભુત વૈરાગ્ય અને પ્રચંડ પૌરુષનું પ્રતીક છે.
સાધક જીવન
ભગવાનને સાધનાકાલ તે વાસ્તવમાં પણ સાધનાકાલ હતા. એ જીવનમાં જે દૈવિક, પાવિક અને માનુષિક ઉપસર્ગ, કષ્ટ અને પરીષહ ઉપસ્થિત થયા અને આ પ્રસંગેા પર એમની કરુણા, કામલતા, કઠાર તિતિક્ષા, દૃઢ મનેાખળ અને અવિચલ ધ્યાનસમાધિના જે અપૂર્વે વિજય થયા—એનું એક પ્રમાણિક ચિત્ર હવે આગળનાં પાનાં પર અંકિત કરવામાં આવી રહ્યું છે.
દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્રદાન
ભગવાન મહાવીરના સાધક જીવનની સર્વ પ્રથમ ઘટના દરિદ્ર બ્રાહ્મણને ‘ વસ્ત્રદાન આપવા અંગેની છે. આ 'ગે પ્રાચીન ગ્રંથેામાં એ મત છે.
આચારાંગ કલ્પસૂત્ર,આવશ્યક નિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્યના
ܕ
Jain Education International
१. संवच्छर साहिय मासं जण रिक्कासि वत्थ भगव ।
અમે તો ાફ, તવાસિન્નિ થનારે। -આચારાંગ ૧,૯,૧,૪
૨. કલ્પસૂત્ર ૧૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org