________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ઃઃ
પાર્સ્થાપત્ય શ્રમણાએ કહ્યુ- જેવા તું છે, એવા જ તારા ધર્માચાય પણ સ્વયં-ગૃહિતર્લિંગ હશે ! ''
૪૦૬
ગોશાલકે ગુસ્સે થઈને કહ્યુ -મારા ધર્માચાર્યની તમે લેાકા તા મશ્કરી કરી રહ્યા છે ? મારા ધર્માચાર્યનાં દિવ્ય તપ-તેજથી તમારા ઉપાશ્રય મળીને ભસ્મ થઈ જશે' ગેશાલકે અનેક વાર એમ કહ્યું પણ કંઈ પણ થયું નહીં.
પાર્સ્થાપત્ય શ્રમણાએ કહ્યું-શા માટે વ્યર્થ કષ્ટ ઉઠાવે છે ? અમે તારા જેવાના શાપથી ભસ્મ થનાર નથી.
tr
લાંખા સમય સુધી વાદ-વિવાદ કર્યાં પછી ગેાશાલક પા ફરીને મહાવીરની પાસે આવ્યે અને એક્લ્યા, આજ મારું સારંભ અને સપરિગ્રહ શ્રમણા સાથે મિલન થયું હતું. મારા વડે શાપ આપવા છતાં એમના એક વાળ વાંકા ન થયા.”
ભગવાને જણાવ્યું કે તે
પાર્સ્થાપત્ય અનગાર છે. ત્યાંથી વિહાર કરીને ભગવાન ચારાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં તસ્કરોને ખૂબ મેટા ભય હતા એટલે આરક્ષક (પહેરેગીર) સતત સાવધાન રહેતા હતા. આરક્ષકાએ પરિચય પ્રાપ્ત કરવા માટે ભગવાનને પ્રશ્નો કર્યો, પણ ભગવાન મૌન રહ્યા. એટલે આરક્ષકાએ એમને ગુપ્તચર સમજી અનેક પ્રકારે યાતના કરી. સેમા અને જયંતી નામની પરિણાજિકા કે જે ઉત્પલ નૈમિત્તિકની મહેના હતી, એમને જ્યારે આ વસ્તુની જાણ થઈ કે તરત તે ત્યાં જલદીથી આવી પહોંચી અને આરક્ષકાને જણાવ્યું કે આ તે સિદ્ધાર્થનંદન મહાવીર છે. ’’ આ રક્ષકાએ એમને મુક્ત કરી એમની ક્ષમા માગી.૮૭
૮૭. (ક) આવ. નિયુક્તિ ૩૬૦
(ખ) વિશેષા. ભાષ્ય ૧૯૧૨ (ગ) આવશ્યક શૂર્ણિ ૨૮૭ (૪) આવ. મલય. વૃત્તિ ૨૭૮-૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org