________________
૪૧૨
ભગવાન મહાવીર : એક અનુશીલન
ચાર્યના રૂપમાં પ્રખ્યાત થઈ ચૂક હતો. શક્ય છેકે પ્રચલિત નામની નવી વ્યાખ્યા આપવામાં આવી હોય. જૈન આગમે અને આગામેત્તર સાહિત્યમાં એનાથી પણ વધુ સ્પષ્ટતા છે.૧૦° તેમાં તે સંખલિને પુત્ર હોવાનું દર્શાવાયું છે. પણ સાથે સાથે તે “શાળામાં જન્મે હત તેમ જણાવાયું છે. જેનું સમર્થન પાણિનિ દેરાસ્ત્રાયાં નાd ma (૪, ૩, ૨૨) આ વ્યુત્પત્તિ નિયમથી કરે છે. સામંજફલ સુત્તની ટીકામાં આચાર્ય બુદ્ધષે ગે શાલકને જન્મ ગોશાળામાં થયેલે માન્ય છે.
કેટલાંક વર્ષ દરમ્યાન ગે શાલક અને આજીવક મત અંગે પાશ્ચાત્ય અને પર્વાત્ય વિદ્વાનોએ સારા પ્રમાણમાં અન્વેષણ કરી છે. અને નવી સ્થાપના કરી છે. નવીન સ્થાપના કરતી વખતે ઈતિહાસ અને પરંપરાના જ્ઞાનની તથા તટસ્થતાની અપેક્ષા રહે છે. જ્યારે સ્થાપના કરવાના સમયે આ અંગે વિવેક નથી રાખવામાં આવતા ત્યારે એ સ્થાપના ભયાવહ થઈ જાય છે. દુઃખ એ વાતનું છે કે કેટલાક વિદ્વાને ગોશાલક અંગેના ઈતિહાસને મૂળથી પરિવર્તિત કરવા માગે છે. જૈન શ્વેતાંબર સાહિત્યમાં ભગવાન મહાવીરને ગોશાલકના ગુરુ તરીકે જણાવવામાં આવ્યા છે. જે દિ બર પરંપરા અનુસાર ગોશાલક ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક મુનિ હતા. મહાવીરની પરંપરામાં આવી તે ગણધર પદ પર નિયુક્ત થવાનું ઈચ્છતે હતે. તે મહાવીરના સમવસરણમાં આવ્યું, પરંતુ જ્યારે એની નિમણુંક ગણધર પદ પર કરવામાં ન આવી ત્યારે તે એમાંથી છૂટો પડી ગયે. શ્રાવસ્તીમાં આવીને તે આજીવક સંપ્રદાયના નેતા બન્યા અને પિતાને તીર્થકર ૧૦૦ ભગવતી, સૂત્રકૃતાંગ, ઉપાસકંદશાંગ, આવશ્ક ચૂર્ણિ, આવશ્યક હરિ
ભદ્રીય વૃત્તિ, આવશ્યક. ૧ મલયગિરી વૃત્તિ વગેરે.
સુમંગલ વિલાસિની (દીધનિકાય અઠકથા) પૃ. ૧૪૩–૪૪ ૨ ભગવતી ૧૫ શતક.
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org