________________
સ્વાવલંબી મહાવીર
૩૭૩
ગેવાળ થરથર કાંપવા લાગ્યો. એણે આજીજી કરતાં પ્રભુના ચરણ પકડી લીધા. મહાવીરની સ્નેહસુધા સ્નિગ્ધ આંખમાંથી અસીમ કરૂણા છલકાઈ રહી હતી. તે પ્રભુને વંદન કરી ચાલ્યા ગયે.
સ્વાવલંબી મહાવીર
મહાવીરની સાધના પૂર્ણતયા સ્વાવલંબી હતી. પિતાની સહાયતા માટે કેઈપણ પાસે હાથ ધરવાનું તે દૂર રહ્યું, પણ ભક્તિભાવથી વિભેર થઈને અભ્યર્થન કરનારને પણ સહગ પણ એમણે કદી ઈચ્છો નહીં. ગોવાલણની મૂઢતાને જોઈ દેવરાજના મનમાં થયું–જનતા પ્રાયઃ અજ્ઞાની છે. પ્રભુને સાધનાપંથ ખૂબ વિકટ છે. એટલે એણે પ્રભુને પ્રાર્થના કરી–ભગવાન! હાલમાં માનવી અજ્ઞાની અને મૂઢ છે. તે આપ જેવા ઘોર તપસ્વીઓને પણ મારવાને તૈયાર થઈ જાય છે. આવતાં સાડાબાર વર્ષ સુધી આપને વિવિધ કન્ટેને સામને કરે પડશે. એટલે આજ્ઞા આપો કે ત્યાં સુધી હું આપની સેવામાં રહી કષ્ટ-નિવારણ કર્યા કરું?૨૪
મહાશ્રમણે દેવરાજની ભક્તિ-પૂર્ણ પ્રાર્થનાનો ઉત્તર આપતાં કહ્યું –દેવરાજ ! આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને ન કેઈ દિવસ બનશે, અને અત્યારે પણ તે બની શકે તેમ નથી કે આત્મસિદ્ધિ યા મુક્તિ કેઈ બીજાના બળે કે કોઈ બીજાની મદદ વડે પ્રાપ્ત કરી શકાય. સાધકને આદર્શ છે, ‘gોરે २४ (४) ता कुणह, अणुमन्नह एत्तियं काल मम, जैण सवीवढिओ वेयावच्यं मे करेमिति ।
-મહાવીર ચરિયું. ૫,૧૪૫ (ખ) આવશ્યક મલય. ૫. ૨૬૭ (ગ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org