________________
તાપસના આશ્રમમાં
૩૭૭
એથી હેરાન-પરેશાન થઈ ગયા. થોડા સમય માટે આમતેમ ગયા હોય એટલામાં તે ઝૂંપડી સાફ થઈ જતી. છેવટે એમણે પશુઓને લાકડીઓ મારીને ભગાડવાનું શરૂ કર્યું. મહાવીર જે એકાંત ઝૂંપડીમાં હતા, એને પશુઓ ખાવા લાગ્યાં. મહાવીર તે ધ્યાનસ્થ હતા. એમને તે શું, પિતાના દેહની પણ ચિંતા ન હતી. દીક્ષા લેતી વખતે શરીર પર જે સુગંધિત ગોરોચન વગેરે લગાડવામાં આવ્યું હતું અને જેના કારણે ન જાણે કેટલાય કીડા, પતંગિયાં, ડાંસ, મચ્છર વગેરે ઝેરીલા જીવે ડંખ મારતા હતા પણ કદી એમણે તે પર ધ્યાન આપ્યું ન હતું.૩૨
મહાવીરની ઉપેક્ષાથી કેટલાક તાપસે ઉદ્વિગ્ન બની ગયા. તેઓ વિચારવા લાગ્યાઃ “અમે દિવસભર ડંડાઓ લઈને પિતપોતાની ઝૂંપડીઓનું રક્ષણ કરીએ છીએ અને આ શ્રમણ બિલકુલ જ આળસુ, ઉદાસીન અને નિશ્ચિંત છે. આમ તે થોડા દિવસોમાં પશુઓ નૂપડીના ઘાસને ખાઈ જશે અને પછીથી આ અમારી ઝૂંપડીની માગણી કરશે. અમારે ફરીથી નવી ઝૂંપડી બાંધીને એને આપવી પડશે ? આ કે સારે તપસ્વી છે? અતિથિના નાતે પિતાની ઝૂંપડીની સાથે એની ઝુંપડીની પણ રક્ષા કરવી પડે છે. આ અર્થહીન અતિથિસત્કારથી અમે હેરાન થઈ ગયા.”
તાપસોએ કુલપતિને કહ્યું – “તમારે મહેમાન કે આળસુ છે. પિતાની ઝૂંપડીની પણ રક્ષા કરી શકતા નથી ? બીજી ઝૂંપડી કેણ બનાવીને એને આપશે ?”
કુલપતિ પણ મહાવીરની ઉદાસીનતાથી નાખુશ થઈ ગયા. તે મહાશ્રમણની પાસે આવીને બેલ્યા, “કુમારવર ! પક્ષીઓ પણ પિતાના માળાની રક્ષા કરે છે, પણ આપ રાજકુમાર થઈને પણ આટલી ઉપેક્ષા ३२. दिव्वेहि गधेहि आगरिसत्ता तं तस्स देहमागम्म आरुज्झ काय विहरं ति વિઘ લિ ૨ |
–આવશ્યક ચર્ણિ ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org