________________
૩૯
ભગવાન મહાવીર : એક અનુશીલન
શ્રમણને આગળ વધતે જે એટલે ગેવાળનું હૃદય ખિન્ન થઈ ગયું. અરેરે ! બિચારો મરી જશે. અત્યારે તે જીદ કરી રહ્યો છે. પણ આ કૂર નાગરાજની સામે કેની જીદ ચાલી છે? ગોવાળે દેડીને મહાશ્રમણની નજીક આવ્યા અને બેલ્યા–બાબા, એ તરફ ન જાવ. મહાભયંકર વિષધર સાપ છે. કરડી ખાશે, એક ફૂંફાડાથી જ બાળી નાંખશે, વગર તે મરી જશે. અમારી વાત માને, બીજા માર્ગથી ચાલ્યા જાવ.
મહાશ્રમણ જોઈ રહ્યા હતા કે ગોવાળેની આંખમાંથી સહજપણે સહુદયતા છલકાઈ રહી હતી. અને તેઓ મુખથી સર્પની ભયંકરતાનું નગ્ન ચિત્ર ઉપસ્થિત કરી રહ્યા છે, તે પણ મહાશ્રમણ મૌન હતા, અભય હતા. તેઓ તો મૃત્યુને પરાજિત કરવા માટે જઈ રહ્યા હતા. એમના હૃદયમાં અમૃતની શ્રેતસ્વિની ઊભરાઈ રહી હતી. તે મૃત્યુથી ભયભીત કેવી રીતે થઈ શકે. તેને અવિનાશી આત્મચેતનાના સાધક હતા, જેમણે કદી પણ પિતાના લક્ષ્યથી મ્યુત થવાનું જાણ્યું ન હતું. સ્થિતપ્રજ્ઞ મહાવીરે ગેવાળ બાળકને આશ્વાસનની અભય મુદ્રાથી આશ્વાસન આપ્યું અને નિર્ભય અને નિર્દુદ્વ ગતિથી આગળ વધી ગયા.
મહાવીર ચંડકૌશિકના બિલ પર જઈ ધ્યાન લગાવીને ઊભા રહી ગયા. ૩ એના મનમાં પ્રેમનો પધિ ઉછાળા મારી રહ્યો હતે.
() મહાવીર ચરિયું (નેમિ.) ૯૬ ૩ (ડ) મહાવીર ચરિયું (ગુણ) ૫,૧૫૯
(ચ) ચઉપન મહાપુરુષ ચરિયું (છ) ત્રિષષ્ટિ. ૧૦,૩,૨૨૫-૨૨૮ ૬૩. (ક) આવ. ગુણિ. ૨૭૮
(ખ) આવશ્યક મલય વૃત્તિ ૨૭૩ (ગ) આવ. હારિ. વૃત્તિ ૧૯૬ (ઘ) મહાવીર ચરિયું, ૫,૧૫૯ () મહાવીર ચરિયું, નેમિચન્દ્ર ૯૬૪ (ચ) ત્રિષષ્ટિ. ૨,૨૪૮-૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org