________________
૩૭૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પ્રસ્થાન કરતી વખતે કુલપતિએ નિવેદન કર્યું –“હે કુમારવર! આ આશ્રમ આપનો જ છે. આપ એને બીજાને સમજશે નહીં. કેટલાક સમય અહીંયાં રહે અને એકાંત–શાંત સ્થાનમાં વર્ષાકાલચતુર્માસ-રહેવાની ઈચ્છા હોય તે અહીં અવશ્ય પધારજો. અનુગ્રહિત બનીશ.” ભગવાને ત્યાં એક દિવસ રોકાઈને વિહાર કર્યો.
ભગવાન તે સિંહની માફક અનિકેતચારી કહેવાય-ગણાય. પિતાને રાજમહેલ પણ છેડીને આવ્યા છે, સુખ-સગવડનો ત્યાગ કરીને નીકળી પડ્યા છે. તેને હવે કયાં સ્થિર રહેવાનું? અને શું સુખ-સગવડ મળવાને વ્યાહ! તથાપિ કુલપતિના સનેહ અને આગ્રહને જોઈ પિતાને પ્રથમ વર્ષાવાસ-ચાતુરમાસ ત્યાં કરવાને વિચાર કર્યો.
- પૂર્વ નિર્ણય પ્રમાણે વર્ષાવાસને સમય આવતાં ભગવાન કુલપતિના આશ્રમે પહોંચી ગયા. તાપસે મહાશ્રમણને વર્ષાવાસ માટે એક સારી રીતે છાયેલી ઝૂંપડી આપી દીધી. મહાશ્રમણ ત્યાં જ ધ્યાનમુદ્રામાં ઊભા રહી ગયા.
મેરાક સન્નિવેશ અને એની આસપાસના પ્રદેશમાં ભયંકર તાપ અને દુકાળ પડી રહ્યો હતો. નાના નાના છાંટાવાળી વર્ષોથી ધરતીની ઉમા સારી રીતે શાંત થઈ ન હતી. અરે બીજું તે શું, પણ નવું ઘાસ પણ ફૂટયું ન હતું. ગામનાં પશુઓ ભૂખથી આમતેમ ભટકતાં હતાં. તાપસની ઝૂંપડીઓ સૂકા ઘાસ વડે બનાવેલી હતી, એમાં પશુઓ મેટું નાંખતાં હતાં. આશ્રમના તાપસ પશુ(1) पुवनेहेण सामिद सागयति भणिऊण समुहमुवढिओं भयवयावि पुव्वपओगेण चेव बाहा पसारिया ।
મહાવીર ચરિયું (ગુણચન્દ્ર) ૫,૧૪૬ (ઘ) વિમિત્ર છતિસ્તત્ર નામુપતિઃ पूर्वाभ्यासात् स्वामिनापि तस्मिन् वाहुः प्रसारितः ॥
-ત્રિષષ્ટિ.૧૦,૩,૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org