________________
૩૬૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અભિગ્રહ આચારાંગ પ્રમાણે દીક્ષિત થવાની સાથે મહાવીરે મિત્ર, જ્ઞાતિ અને સંબંધી વર્ગને વિદાય કર્યો અને એક મહાન કહેર અભિગ્રહ ધારણ કર્યો.
આજથી સાડા બાર વર્ષ સુધી જ્યાં સુધી કેવલ જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાંસુધી દેહની મમતા છેડીને રહીશ. અર્થાત્ આ સમય દરમ્યાન દેવ, માનવ અને તિર્યંચ છ તરફથી જે પણ ઉપસર્ગ&ષ્ટ ઉત્પન્ન થશે. એને સમભાવપૂર્વક, સમ્યફ રૂપમાં જ સહન કરીશ.૪૦
એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે પણ ઉપસર્ગ થયા તે બધા ભગવાને પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે સહન કર્યો.
કલ્પસૂત્રમાં૪૧ ઉપસર્ગ સહન કરવાનો ઉલ્લેખ છે. પરંતુ અભિગ્રહ લેવાને ઉલ્લેખ નથી.
આવશ્યકણિ અને મહાવીરચરિયમાં પણ અભિગ્રહને ઉલ્લેખ
નથી.
વિશેષાવશ્યક ભાષ્યમાં તે સર્વ પાપના અકરણની પ્રતિજ્ઞાને અભિગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે.૪૨
ત્રીસ વર્ષની ઉંમરમાં મહાવીરે ગૃહત્યાગ કરી દૃઢ સંકલ્પ કરી સાધનાના અસિધારાપથ પર કદમ બઢાવ્યા. જ્ઞાતખંડ ઉદ્યાનના અચલમાં હવે તેઓ એકાકી વિકટ જનશૂન્ય પથની તરફ આગળ ગયા. ૪૦. આયારો. ૨,૧૫,૩૪ ૪૧. ક૯૫સૂત્ર સૂત્ર ૧૧૬ ૪૨. કૂળ માર સિદ્ધાળ અમિષાઢ સુ છે જે ! सव्व मे अकरणिज्ज पावत्ति चरित्तमारूढा ॥
-વિશેષા. ભાષ્ય. ૧૮૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org