________________
૨૪૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અતુલ બલ
ભગવાન મહાવીર જન્મથી અતુલ બળવાન હતા. એમના બળ માટે ઉપમાલંકારથી કહેવામાં આવ્યું છે કે બાર સુભટેનું બળ એક વૃષભમાં, દસ વૃષભનું બળ એક અશ્વમાં, બાર અશ્વોનું બળ એક પાડામાં, પંદર પાડાઓનું બળ એક હાથીમાં, પાંચ હાથીનું બળ એક કેસરી સિંહમાં, બે હજાર કેસરી સિંહનું બળ એક અષ્ટાપદમાં, દસ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં, બે બળદેવનું બળ એક વાસુદેવમાં, બે વાસુદેવનું બળ એક ચકવર્તીમાં, એક લાખ ચક્રવર્તીનું બળ એક નાગેન્દ્રમાં, એક કરેડ નાગેન્દ્રોનું બળ એક ઈન્દ્રમાં, એવા અનંત ઈન્દ્રોનું બળ તીર્થકરની એક કનિષ્ઠ આંગળીમાં હોય છે. એના બળની તુલના કેઈના બળની સાથે કરી શકાતી નથી.૨૪
પ્રકારાતે ભાષ્યમાં કહ્યું છે, કૂવાના કિનારે બેઠેલા વાસુદેવને લખંડની સાંકળથી બાંધીને જે સોલ હજાર રાજા પિતાની સેનાએની સાથે સંપૂર્ણ શક્તિ લગાડીને ખેંચે તે પણ વાસુદેવ આનંદપૂર્વક બેસી રહીને ભજન કરતા રહી શકે. કિંચિત માત્ર પણ તે સ્થાનથી ન હલે કે ન ચાલે અર્થાત્ ત્યાંથી ચલાયમાન થતા નથી એવા વાસુદેવથી બે ગણું બળ ચકવર્તીમાં હોય છે અને ચકવર્તીથી પણ અમાપ બળ તીર્થકરામાં હોય છે. ૨૫
૨૪. (ક) આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન પૃ. ૧૪૭
ખ) જનધમંકા મૌલિક ઈતિહાસ પૃ. ૨૫૬ ૨૫. સોસ રાયસસ્સા, સવ્વ-વાં તુ સંજનિ |
अछंति वासुदेवं, अगडतडम्मि ठिय संतं ।। घेतूण संकलं सो, वाम हत्थेण अंछमाणाण । भुजिज्ज विलिंपिज्ज व, महुमणं ते न चाए ति ।। दो सोला बत्तीसा सव्व बलेणं तु संकल निबद्ध । अछंति चकवट्टि अगडतडम्मि ठिय संतं ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org