________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પિતાના રાજ-કેને વિપુલ નિધિઓથી પૂરિપૂર્ણ કર્યા અને જન્મના સમયે રત્નાદિની વૃષ્ટિ કરી હતી એવા ઉલેખ પ્રાપ્ત થાય છે. ( આ પ્રમાણે જન્મ વચતે સર્વપ્રથમ દેવગણ દ્વારા એમનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યું. એ પછી પ્રાતઃકાલમાં રાજા સિદ્ધાર્થને
જ્યારે ભગવાનના જન્મની વધાઈ મળી એટલે તે પણ આનંદિત થયા અને મહાન ઉત્સવનું આયોજન કર્યું.
સિદ્ધાર્થ દ્વારા જમેન્સવ
પ્રિયંવદા દાસીએ પ્રાતઃકાલ થતાં આ પુત્ર-જન્મને સંવાદ રાજા સિદ્ધાર્થને સંભળાવ્યું. આ સંવાદ સાંભળીને રાજા સિદ્ધાર્થ ખૂબ પ્રસન્ન થયે. એણે મુકુટ સિવાયનાં પિતાના, શરીર પર ધારણ કરેલાં બધાં આભૂષણે, દાસીને ભેટમાં આપી દીધાં અને જીવનપર્યન્ત માટે દાસીને દાસત્વમાંથી મુક્ત કરી દીધી. ર૭ પછી આરક્ષકને બેલાવી એમને આદેશ આપતા કહ્યું-કારાગૃહમાંથી બધા કેદીઓને મુક્ત કરી દે, અણુજનોને જણમાંથી મુક્ત કરી દે. બજારમાંના બધા વેપારીઓને સૂચના આપી છે કે જે કઈને જે કઈ વસ્તુની આવશ્યકતા હોય પણ અર્થના અભાવે તે એ વસ્તુ સ્વયં ખરીદી શકે તેમ ન હોય એને તે વસ્તુ વિનામૂલ્ય આપી દે અને એ વસ્તુનું મૂલ્ય રાજ્ય-મેષમાંથી પ્રાપ્ત કરી લેવામાં આવે. જે વસ્તુઓ માપી અને તોલીને આપવામાં આવતી હોય એના મા૫ અને તોલમાં વૃદ્ધિ કરવામાં આવે. નગરમાં બધે સ્થળે સફાઈ કરવામાં આવે અને બધાં સ્થળ પર સુગંધિત જલ છાંટવામાં આવે. રાજમાર્ગ વગેરે દર્શનીય સ્થાનને શણગારવામાં આવે, બજારમાં અને અન્ય મુખ્ય સ્થાનો પર મંચ બનાવવામાં આવે જેથી એના પર બેસીને નાગરિક સુખપૂર્વક મહત્સવ નિહાળી શકે દીવાલેને ઘેળી નાખે અને એના પર મંગલ–સૂચક થાપાએ લગાડે. શહેરમાંના બધા ૨૭ કલપસૂત્રની ટીકાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org