________________
૩૦૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
છે. અને એના નામકરણનું તથા વિવિધ નામેનું વિસ્તૃત વર્ણન આગળ પર આપવામાં આવશે. આ દરમિયાન એ વસ્તુ જાણવાની ઉત્સુકતા રહે કે ભગવાન મહાવીર જેવા દિવ્ય પુત્રને જન્મ આપનાર માતા-પિતાના કુલ તેમજ પરિવાર, ઐશ્વર્ય તથા સમૃદ્ધિનો સંક્ષિપ્તમાં પરિચય મળે જઈએ. વાચકેની આ જિજ્ઞાસાની પરિતૃપ્તિ માટે ભગવાન મહાવીરનાં માતા-પિતાની ખ્યાતિનો સંક્ષિપ્તમાં પરિચય અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે.
ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. એનાં અપર નામ “શ્રેયાંસ” અને “યશસ્વી પણ હતાં. ભગવાન મહાવીરની માતાનું નામ “ત્રિશલા” હતું. એનાં અપર નામ “વિદેહદિણ અને પ્રિયકારિણી” હતાં. તેઓ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના અનુયાયીઓ હતા. એમને માટે રાજા અને નરેન્દ્ર શબ્દનો પણ પ્રયોગ પણ થયેલ છે. એમના ગણનાયક, દંડનાયક, યુવરાજ, તલઘર, માડમ્બિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નાગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ વગેરે પદાધિકારીઓ હતા.8
આ પ્રમાણે એ સ્પષ્ટ છે કે સિદ્ધાર્થ એક રાજા હતા. તે પણ ડોકટર હાર્નેલ અને જૈકેબીએ પોતાના લેખોમાં સિદ્ધાર્થને રાજા ૧ (ક) આયારો. આયર ચૂલા ૨,૧૫,૧૭-૧૮ (ખ) ક૯પસૂત્ર ૧૦૫–૧૦૬ २ समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समोवासगा यावी દેથા :
–આચારાંગ, ચૂલિકાસૂત્ર. ૪-૧ ૩ (ક) સિથે–કપસૂત્ર. ૫ર (ખ) નરિટે--ક૯પસૂત્ર ૬૨ ૪ ક૯પસૂત્ર ૬૨. ૫ “મહાવીર તીર્થકરની જન્મભૂમિ' લેખ, જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧,
અંક ૪, પૃ. ૨૧૯ ૬ જન સૂની પ્રસ્તાવનાને અનુવાદ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧,
અંક ૪, પૃ. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org