________________
ભગવાન મહાવીર: એક અનુશીલન
પંડિત સુખલાલજીને ભાગવતમાં આવેલ શ્રીકૃષ્ણના જીવનના એ પ્રસંગ સાથે તુલના કરી છે કે જેમાં તરુણુ શ્રીકૃષ્ણે ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલ ઉપદ્રવાથી રક્ષણ પામવા માટે ચેાજન પ્રમાણ ગર્વધન પર્વતને સાત દિવસ સુધી અદ્ધર ઊંચકેલા રાખ્યા હતા, ૧૭ તા અહીં તેા જન્મેલા મહાવીરે અગૂઠાથી મેરુ પર્વતને ક'પાવી દીધા. ૧૮
૩૦૨
ૌદ્ધ પરંપરામાં પણ આ પ્રકારની ઘટનાના ઉલ્લેખ છે. ભિક્ષુ મૌદ્દગન્ત્યાયન દ્વારા બૈજયન્ત પ્રાસાદને અનુષ્ઠ સ્પર્શથી કંપિત કરી ઇન્દ્રને પ્રભાવિત કર્યાં હતા એવું વર્ણન મળે છે. કહેવામાં આવે છે કે એક વખતે યુદ્ધ મૌદ્ગલ્યાયન વગેરે પૂર્વારામના અપરિભૌમમાં હતા. પ્રાસાદને નીચે કેટલાક પ્રમાદી ભિક્ષુ વાર્તા, ઉપહાસ આદિ કરી રહ્યા હતા એમનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે પોતાના ઋદ્ધિ-ખલથી મૌગાત્સ્યાયને આખા પ્રાસાદને પ્રસંપિત કરી નાખ્યા. સવિગ્ન અને શર્ચિત એ પ્રમાદી ભિક્ષુઓને બુદ્ધે ઉદ્બોધન કર્યું.૨૦
આ પ્રમાણે મેરુ-કંપન, ગોવર્ધન પર્વત અને પ્રાસાદ–કંપનની ઘટનાએ આ યુગમાં પોતપોતાના આરાધ્ય પુરુષોના સામર્થ્ય, પરાક્રમ તેમજ ઐશ્વર્યના પ્રતીકરૂપ બની ગઈ હતી.
જન્માભિષેકના મહાત્સવ કર્યાં પછી ઇન્દ્રે બાળક વર્ધમાનને ક્રીથી માતાંની પાસે લાવીને સૂવાડી દીધા.
અંગૂઠામાં અમૃતના લેપ
જન્મભિષેક પછી ખાળક વર્ધમાનના અંગૂઠામાં ઇન્દ્રે અમૃતના
૧૭ ભાગવત દશમસ્કંધ અ. ૪૩, શ્લાક. ૨૬-૨૭
૧૮ ચાર તીથ કર – ૫. સુખલાલજી રૃ. ૬૦
૧૯ મઝિમનિકાય, ચૂલતહાસ`ખયસુત્ત
૨૦ સંયુક્તનિકાય, મહાવર્ગ, ઋદ્ધિપાદ, સંયુક્ત, પ્રાસાદકમ્પનવર્ગી,
મૌન્ગલાન સુત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org