________________
ત્રિશલાના ગર્ભમાં
૨૯૭
અને દિગંબર પરંપરાના આચાર્ય જિનસેને આદિપુરાણમાં એ માન્યતાને અભિવ્યક્તિ આપી છે કે પ્રત્યેક તીર્થંકરના ગર્ભવતરણના છે માસ પૂર્વેથી જ દેવગણ તીર્થંકરના માતા-પિતાના રાજપ્રાસાદ પર રત્નની વૃષ્ટિ કરવાનું શરૂ કરી દે છે.
દેહદ ગર્ભના પ્રભાવથી માતા ત્રિશલાને દિવ્ય દેહદ ઉત્પન્ન થયો ૨૭ હું મારા હાથે દાન આપું, સરુઓને આહાર વગેરે પ્રદાન કરું, દેશમાં આનંદ ઢેલક બજવાવું, કેદીઓને કારાગૃહથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને પીયૂષનું પાન કરું, ઉત્તમ પ્રકારનાં ભેજન કરું, આભૂષણ ધારણ કરું, સિંહાસન પર બેસીને શાસનનું સંચાલન કરું અને હાથી પર બેસી ઉદ્યાન વગેરેમાં પરિભ્રમણ કરું. રાજા સિદ્ધાર્થે રાણીના બધા દેહદ પૂરા કર્યા.
કલ્પસૂત્રની કલ્પલતા વૃત્તિ પ્રમાણે ત્રિશલા રાણીને એક વિચિત્ર દેહદ ઉત્પન્ન થયે. હું ઈંદ્રાણીના કાનનાં કુંડલ-યુગલ ઝૂંટવીને પહેરું પરંતુ એવું બનવું સર્વથા અસંભવિત હતું એટલે તે ખિન્ન રહેવા લાગી. એકાએક ઈદ્રનું આસન ડોલવા લાગ્યું. પિતાના અવધિજ્ઞાનના બલથી એણે આ સર્વ જાણું લીધું. એને પૂર્ણ કરવા માટે એણે ઈન્દ્રાણી વગેરે અપ્સરાઓ સાથે લઈને એક દુર્ગમ પર્વતના અન્તર્વર્તી વિષમ સ્થાનમાં દિવ્ય દેવનગરનું નિર્માણ કર્યું. અને ત્યાં રહેવા લાગ્યું. રાજા સિદ્ધાર્થ એની જાણ થતાં તે સસૈન્ય ઈન્દ્રની પાસે આવ્યા અને કુંડલિની યાચના કરી. ઈન્ડે એ આપવાને ઇન્કાર કર્યો. બન્ને વચ્ચે
२१ षड्भिर्मासैरथैतस्मिन् स्वर्गादवतरिष्यति ।
रत्नवृष्टि दिनो देवाः पातयामासुरादरात् ।।
-આદિપુરાણુ ૧૨, ૮૪
૨૭ ક૯પસૂત્ર-સૂત્ર ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org