________________
૨૫૦
ભગવાન મહાવીર : એક અનુશીલન તેમ કરવા કબૂલ્યું. કેટલાક સમય પછી સમ્રાટને નિદ્રા આવી ગઈ. શધ્યાપાલક સંગીત પર એટલે મુગ્ધ થઈ ગયું હતું કે એણે સંગીતોને ત્યાંથી વિસર્જિત કર્યા નહીં. આખી રાત સંગીત ચાલુ રહ્યું. ઉષાનાં સોનેરી કિરણે પ્રાચી પર પડનાર હતાં એટલામાં સમ્રાટની નિદ્રા તૂટી ગઈ. સમ્રાટે પૂર્વવત્ સંગીત ચાલુ જ છે તે જોયું. શય્યાપાલકને પૂછયું, “આમને વિસર્જિત કેમ ન કર્યા? એણે નમ્રતાથી જણાવ્યું કે–“સંગીત સાંભળવાના આનંદમાં અનુરક્ત થઈ જવાથી એમને વિસર્જિત કર્યા ન હતા.”
આ સાંભળીને ત્રિપૃષ્ટ વાસુદેવનો ક્રોધ ભભૂકી ઊઠ. પિતાના સેવકને બેલાવી કહ્યું, “આજ્ઞાની અવહેલના કરનાર તેમજ સંગીત લોભી આ શય્યાપાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડી દે.”૧૧ સમ્રાટની કઠોર આજ્ઞા પ્રમાણે શય્યાપાલકના કાનમાં સીસું રેડવામાં આવ્યું, ભયંકર વેદનાથી પીડાતા તેણે પ્રાણ ત્યજી દીધા, ત્રિપુષ્ટ વાસુદેવે સત્તાના મદમાં કૂર બની આ કૂર કૃત્ય કરવાને કારણે નિકાચિત કર્મોનું બંધન કર્યું. મહારંભ અને મહાપરિગ્રહમાં મશગૂલ બનીને ચોર્યાશી લાખ વર્ષ સુધી રાજ્યશ્રીને ઉપભોગ કરતે રહ્યો.
સમીક્ષા પ્રસ્તુત કથા-પ્રસંગે ચૂર્ણિથી આરંભી બધા ગ્રંથકારોએ પ્રજાપતિની કથા કહી છે. વિસ્તારભયથી મેં એને ઉલેખ ઉપર્યુક્ત પંકિતએમાં કર્યો નથી. આ કથા વૈદિકેની પ્રજાપતિની કથા સાથે સામ્ય ધરાવે છે, જેનું મૂળ અંતરીય બ્રાહ્મણમાં જોવા મળે છે. ૧૨ ૧૧ (ક) તત્તતતવરનું વિવે સોનુ તિ |
મહાવીરચરિયું ૩, ૬૨ (4) तच्छ्रुत्वा कुपितो विष्णुः प्रभाते तस्य कर्णयोः ।
ગણેય ત્રપુ તd રાપો મૃત સ: . –ત્રિષષ્ટિ. ૧૦,૧, ૭૮ ૧૨ (ક) અતરીય બ્રાહ્મણ ૩, ૩૨ (ખ) વિશેષ પરિચય માટે જુઓ ભારતવર્ષીય પ્રાચીન ચરિત્ર કોશ'માં
“પ્રજાપતિ” શબ્દ પૃ. ૪૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org