________________
૨૫૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન ભવથી દસમા ભવમાં તું અંતિમ તીર્થંકર થઈશ. આ બધું મેં શ્રીધર તીર્થંકર પાસેથી સાંભળ્યું છે. એ સમયે કાળ વગેરે લબ્ધિઓ મળી જવાથી જલદીથી તત્ત્વશ્રદ્ધાને ધારણ કર્યા અને મન સ્થિર કરી શ્રાવક વ્રત અંગીકાર કર્યું. ૨૪ ત્યાંથી મરીને એ સૌધર્મ સ્વર્ગમાં સિંહકેતુ નામનો દેવ થશે. ત્યાં બે સાગરની સ્થિતિ જોગવી અને તે પૂર્ણ થતાં ધાતકી ખંડપના પૂર્વમાં જે વિદેહક્ષેત્ર છે ત્યાં કનકપ્રભુ નગરમાં રાજા કનકપુંગવ અને કનકમાલાના ગર્ભમાંથી કનકેજજવલ નામના પુત્રરૂપે જ . ૨૭ તે એકવાર પિતાની પત્ની કનકવતીની સાથે મંદરગિરિ પર ગયે. ત્યાં એણે પ્રિય મિત્ર મુનિનાં દર્શન કર્યા, અંતમાં સંયમ ધારણ કરીને સાતમાં સ્વર્ગમાં દેવ થશે. ત્યાંથી ચ્યવને જંબૂદ્વીપના કેશલદેશમાં સાકેતનગરીના અધિપતિ રાજા વાસેનની રાણી શીલવતીની કૃપમાં જન્મ લીધે. એનું નામ હરિણ રાખવામાં આવ્યું, પિતાના સ્વભાવગત ગુણો વડે તે બધાને પ્રસન્ન કરવા લાગ્યું. જીવનની સંધ્યા સમયે એણે શ્રતસાગર નામના સદ્ગુરુની પાસે દીક્ષા લીધી અને આયુષ્ય પૂર્ણ કરી મહાશુક્ર સ્વર્ગમાં દેવ થયા. ત્યાં સોલ સાગરની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. ૨૮ આ ભવ અંગેની ચર્ચા શ્વેતાંબર ગ્રંથમાં થઈ નથી.
(૨૧) ચતુર્થ નરક શ્વેતાંબર ધ્ર પ્રમાણે સિંહને જીવ મરીને ચેથા નરકમાં ગયો.૨૯ નરકમાંથી નીકળ્યા પછી એણે અનેક ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા. પણ આ ભવેનાં નામે જણાવવામાં આવ્યાં નથી.” २६ इतोऽस्मिन्दशभे भावी भवेऽन्त्यस्तीर्थकृद् भवान् । सर्व मश्रावि तीर्थे शान्मयेद् श्रीघरावयात् ॥
- ઉત્તરપુરાણ ૭૩, ૨૦૪ થી ૨૦૮ ર૭ ઉત્તરપુરાણ ૭૪, ૨૨૦ થી ૨૨૨ ૨૮ ઉત્તરપુરાણ ૭૪, ૨૩૪ ૨૯ (ક) પુળો નરાહુ-આવશ્યક ચૂર્ણિ ૨૩૫ (ખ) ત્રિષષ્ટિ ૧૦, ૧, ૧૮૨ ૩૦ લાદે છતિયા તિરિયમપૂરમવહારું મમઝ-આવ. ચૂપ. પુ. ૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org