________________
૨૫૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
પરિભ્રમણ કર્યા પછી રાજગૃહ તરફ ગયા અને તે રાજગૃહમાં વર્ષોંવાસ કર્યો.
ઉક્ત વિહાર વર્ણનમાં એ તથ્ય આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે—પ્રથમ તે એ કે મહાવીર વર્ષોવાસ પછી શ્વેતાંત્રિકા તરફ જાય છે. અને ખીજુ એ કે એ સ્થાનેથી વિહાર કર્યા બાદ ગંગા નદી ઊતરીને રાજગૃહ જાય છે. શ્વેતાંબિકા શ્રાવસ્તીથી કપિલવસ્તુ જવાના માગમાં આવે છે. આ ભૂમિપ્રદેશ કાશલના પૂર્વોત્તરમાં અને વિદેહની પશ્ચિમમાં પડે છે અને ત્યાંથી રાજગૃહ જવાના માર્ગમાં વચ્ચે ગંગા નદી આવે છે. આધુનિક ક્ષત્રિયકુંડની આસપાસ ન । શ્વેતાંખિકા નગરી હતી અને ન તા અહીંથી જવાના માર્ગે ગંગા પાર કરવી પડતી. એનાથી એ સ્પષ્ટ છે કે ભગવાનનું જન્મસ્થાન વૈશાલીની પાસેનું ક્ષત્રિયકુંડ છે. ૩૬
કુંડગ્રામ નગરની આસપાસ વાણિજ્ય ગ્રામ, વૈશાલી, કેલ્લાગ સન્નિવેશ અને કર્મોરગાંવ હતાં. ભગવાનને ચતુર્થ પૌરુષીમાં દીક્ષા લીધી અને ત્યાંથી વિહાર કરી એ દિવસે એક મુહૂર્ત બાકી રહ્યું ત્યાં કોરગાંવ પહોંચ્યા.એનાથી એ પુરવાર થાય છે કે કર્મોરગાંવની પાસે જ ક્ષત્રિયકુંડ આવેલું હતું અને ખીજા દિવસે સવારે જ મહાવીર કાલ્લાગ સન્નિવેશ પહેાંચ્યા હતા. એટલે કાલ્લાસસન્નિવેશ પણ પાસે જ હતું. એક સમયે ગણધર ગૌતમ વાણિજયગ્રામની બહાર ઉત્તરપૂર્વમાં આવેલ દુઈપલાસય૩૯ ચૈત્યથી નીકળીને વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષાને માટે આવ્યા અને પાછા ફરતી વખતે વાણિજ્યગ્રામ નગરથી નીકળીને કાલ્લાગ સન્નિવેશ થઈ ને પાછા ફર્યાં. એવા ઉલ્લેખ ૩૬ શ્રમણ ભગવાન મહાવીરની પ્રસ્તાવના
૩૭ આચારાંગ ૨,૧૫૩૫
૩૮ ત્રિષષ્ટિ ૧૦, ૩, ૩૪
૩૯ (ક) વિપાક સૂત્ર અ. ૨,૩ (ખ) ઉપાસકદશાંગ સૂત્ર અ. ૧,૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org