________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જન્મ ક્ષત્રિયકુલમાં થાય છે એમ માનવામાં આવે છે, અન્ય કુલમાં નહીં. લાગે છે કે આ ધારણુ આ યુગની એક મુખ્ય અને વ્યાપક ધારણું બની ગઈ હતી કે બ્રાહ્મણ જ્ઞાનયોગી થઈ શકે છે પરંતુ કર્મયેગી નહીં. કર્મ, પુરુષાર્થ, વિજય–એને માટે જે મહાન પરાક્રમની અપેક્ષા રાખવામાં આવે છે, તે ક્ષત્રિયવંશમાં સહજપણે વિકસિત થાય છે. કેવલ શ્રમણ સંસ્કૃતિમાં જ નહીં પણ એ ધારણા, બ્રાહ્મણ સંસ્કૃતિમાં પણ દઢમૂલ હતી. વૈદિક સંસ્કૃતિમાં જેમને પિતાના ઈષ્ટ અને આરાધ્ય ભગવાન માને છે એ મર્યાદાપુરુષોત્તમ રામ અને અને કર્મચગી શ્રીકૃષ્ણને અવતાર પણ ક્ષત્રિયકુલમાં જ કરવામાં આવ્યો છે.
બૌદ્ધગ્રંથ અનુસાર બૌદ્ધને આત્મા જ્યારે સ્વર્ગમાં હતા ત્યારે તે પણ એમ વિચાર કરે છે કે બુદ્ધને જન્મ બ્રાહ્મણ ચા ક્ષત્રિય-આ બે કુલેમાં જ થવું જોઈએ. મારે ક્ષત્રિય કુલમાં જ જન્મ લે છે. એનાથી પણ એ ધ્વનિત થાય છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય બને કુલેને
ગ્ય સમજીને પણ બુદ્ધ પણ પિતાના જન્મને માટે ક્ષત્રિય કુલને શ્રેષ્ઠ સમજે છે. ક્ષત્રિયમાં વિજેતાની વૃત્તિ હતી, જે જૈનત્વની ખૂબ નિકટ હતી. તે પુરુષાથી અને કર્મયેગી હતા. જ્યારે બ્રાહ્મણ ભાગ્યવાદી અને પરાશ્રિતવૃત્તિના પ્રતીક માનવામાં આવતા હતા. એક એવી પણ માન્યતા હતી કે ક્ષત્રિયકુભવ મહાપુરુષ જ્ઞાનગ તેમજ કર્મવેગને સાક્ષાત્ સંગમ જેવા હતા જ્યારે બ્રાહ્મણ કેવલ જ્ઞાનવાદ, ક્ષત્રિય કેવલ પુરુષાર્થવાદના પ્રતીક બની ગયા હતા. આ કારણે મહાપુરુષની જન્મ-પરંપરા પ્રમાણે ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુલમાં થે એ એક યુગીન-સંગતિ જ માનવામાં આવે છે.
ક્ષત્રિયકુંડ વૈશાલીનું જ એક ઉપનગર હતું અને વૈશાલી ગણરાજ્ય સાથે સંબંધિત હતું. ત્યાં રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય ખૂબ પ્રભાવશાળી અને વીર ક્ષત્રિય હતે. સિદ્ધાર્થને વર્ચસ્વ અને વ્યાપક પ્રભાવને ખ્યાલ એ પરથી આવે છે કે એને સંબધ વૈશાલી ગણરાજ્યના અધ્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org