________________
ત્રિશલાના ગર્ભમાં
૨૮૯ સન વગેરે વિવિધ આસને કર્યા. થાક ઉતારવાને માટે શતપાક અને સહસ્ત્રપાક તેલનું મર્દન કરાવ્યું. મજજન-ગૃહમાં જઈને સ્નાન કર્યું. ગેરેચન ચંદનનું વિલેપન કર્યું. સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. બધી રીતે સજ થઈને તે સભાભવનમાં આવ્યા. રાજા સિદ્ધાર્થના સિંહાસનની સમીપ પડદા પાછળ રાણું ત્રિશલા માટે રતનજડિત ભદ્રાસન રાખવામાં આવ્યું હતું. રાજાએ કૌટુમ્બિકને આદેશ આપ્યો કે અષ્ટાંગનિમિત્તના જાણકાર સ્વપ્રપાઠકેને રાજસભામાં બોલાવી લાવવામાં આવે. કૌટુમ્બિકોએ એ જ વખતે રાજાના આદેશને અમલ
કર્યો.૭
સ્વમ-ફળ
રાજાનું નિમંત્રણ મળતાં સ્વમપાઠકે આનંદિત થયા. સુંદર વસ્ત્રાદિ પહેરીને તેઓ રાજસભામાં આવ્યા. રાજાએ એમને સત્કાર કર્યો અને ત્રિશલા દ્વારા જોવામાં આવેલ ચૌદ સ્વમોના ફળ અને પૃચ્છા
બધા સ્વપ્રપાઠકે એ પરસ્પર વિચારવિનિમય કરીને કહ્યું, “રાજન ! સ્વપ્રશાસ્ત્રમાં બેંતાલીસ સામાન્ય ફળ આપનાર અને ત્રીસ ઉત્તમ ફળ આપનાર મહાસ્વમ જણાવવામાં આવ્યાં છે. આ પ્રમાણે કુલ તેર સ્વો હોય છે. તીર્થંકર અને ચક્રવર્તીની માતા ત્રીસ ૭ (ક) ક૯પસૂત્ર ૬૦ થી ૬૫ (ખ) આચારાંગ ૨,૧૫ ભાવનાધ્યયનમાં સ્વપ્ન અને ફલનું વર્ણન નથી.
વિશેષાવશ્યકમાં સ્વપ્ન નું નામ જણાવવામાં આવ્યાં છે. પણ સ્વપ્નફળ વગેરેનું વર્ણન નથી. મહાવીરચરિયંમાં ગુણચંદ્ર કંઈક વિસ્તારથી
વર્ણન કર્યું છે પણ ક૯પસૂત્ર જેવું નથી. ૮ ક૯૫સૂત્ર ૬૬ થી ૬૯ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org