________________
જન્મ પૂર્વની પરિસ્થિતિ
२७७
નાથની પરંપરાના સંત વિદ્યમાન હતા, પરંતુ આચાર અને વિચાર તથા સંગઠનની શિથિલતાને કારણે તેઓ જનતાને જોઈ એ તેવું માર્ગદર્શન આપી શક્તા ન હતા. એ વસ્તુ ખરી કે એમાં કેટલાક સંતે ખરેખર પ્રતિભાસંપન્ન હતા તેઓ હિંસાનો વિરોધ કરીને અહિંસાનો પ્રચાર કરતા હતા. પણ એમનો અવાજ પણ જે ઉમંગથી સાંભળ જોઈએ, તે ઉમંગથી સાંભળતા ન હતા.
ભારતની જ નહીં, પણ આખા જગતની સ્થિતિ ડામાડોળ હતી. બધા સ્થાને મહાપુરુષની અપલક પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી, જે ભૂલેલા–ભટકતા જીવનમાર્થીઓને સાચું માર્ગદર્શન આપે,ન્યાય,નીતિ સમાનતા, સુખ, શાંતિને મહાપાઠ ભણાવે. આ સમયે વિશ્વના અનેક પ્રદેશમાં મહાન ધર્મપુરુષ અવતરિત થયા હતા. ભારતમાં ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધ આવ્યા, જેમણે અહિંસાને ઉપદેશ આપી જનસમુદાયના મનમાં નવી આશા, ન ઉત્સાહ, અભિનવ ચેતના અને નવસ્કૂર્તિને સંચાર કર્યો. આ વખતે ચીનમાં લાઓત્સ અને કેન્સયુશિયસે, ગ્રીકમાં પાઈશ્રેગોરસે, પ્લેટ અને સેક્રેટિસે, ઈરાનમાં જરથુષ્ટ્ર, ફિલિપાઈનમાં જિરેમિયાં અને ઈજા કેલ વગેરે વિચારકેએ પોતપોતાનાં ક્ષેત્રમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિ કાન્તિ કરી.
ભગવાન મહાવીરે પિતાને દિવ્ય અને ભવ્ય સંદેશ દ્વારા અવરુદ્ધ માનસિક જડતાને જોરથી ખંખેરીને એને વિશુદ્ધ માનવતાના પાઠ શીખવ્યા. ધાર્મિક વિચારમાં જે અજ્ઞાનનો મેલ લાગી ગયે હિતે એને સાફ કર્યો. નિર્ભયતાપૂર્વક પુરોહિતોનાં કાળાં કૃત્ય સમાજ સામે પ્રસ્તુત કરતાં કહ્યું–મનુષ્યની એક જ જાતિ છે. જેવી રીતે બ્રાહ્મણને ધર્મ આચરવાનો અધિકાર છે, એ જ અધિકાર શૂદ્રોને પણ છે. જેવી રીતે પુરુષ આધ્યાત્મિક વિકાસ કરી શકે છે, તેવી રીતે સ્ત્રી પણ કરી શકે છે. આ પ્રમાણે સત્ય, શિવ અને સુંદરમનો મધુર ઘોષ માણસના કાન પર ગુંજવા લાગ્યા. આ કાન્તિના સૂર્ય સામાજિક જીવનમાંથી અજ્ઞાન-અંધકારને દૂર કર્યો. સર્વત્ર સમાનતાને નવ પ્રકાશ ફેલાવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org