________________
૨૭૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
કાશી અને કૌશલના પ્રદેશ આ ગણરાજ્યમાં સમાયેલેા હતા. એની વ્યવસ્થા કરનારી સભા શિયન રા સંઘ 'ના નામથી પ્રખ્યાત હતી.
<
આ સમયે લિચ્છવી ગણાયની સાથે શાકય ગણરાજ્ય પણ હતુ. જેની રાજધાની ‘કપિલવસ્તુ' હતી. જેના પ્રધાન રાજા શુદ્ધોદન હતા, જે તથાગત બુદ્ધના પિતા હતા. આ ગણરાજ્ગ્યા સિવાય મલ્લ ગણરાજ્ય હતું, જેની રાજધાની કુશીનારા અને પાવા હતી. કોલ્ય ગણરાજ્ય, આમ્લકપ્પાના મુલિગણુ, પિપલિવનના મારીયગણુ વગેરે અનેક નાનાં-મોટાં ગણરાજ્ય હતાં. આ ગણરાજ્યે સિવાય મધ, ઉત્તરકાશલ, વત્સ, અવન્તિ, કલિંગ, અંગ, અંગ વગેરે કેટલાંય સ્વતંત્ર રાજત ંત્ર પણ હતાં. ઉક્ત ગણરાજ્ગ્યામાં પરસ્પર સ્નેહ-સંમ ધ હતા તે પણ શુદ્રોની દશા અત્યંત દયાજનક હતી, નારીવગની સ્થિતિ ગંભીર હતી. બધી બાજુ પાખંડ, સ્વાર્થ –લેાલુપતા તેમ જ પુરાહિતવાદની આંધી ઊમટી રહી હતી. ભારતની ક્ષિતિજ પર એક ગાઢ અધકાર છવાઈ ગયા હતા.
ભારતના એક મહાન તેજસ્વી ભગવાન પાર્શ્વનાથની પરપરાના અંતિમ પ્રતિનિધિ કેશીકુમાર શ્રમણ આ સઘન અંધકારમાં ભટકતા અને ઠોકર ખાતા એવા જન-માનસને જોઈ ને દ્રવિત થઈ ગયા હતા એમનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. તેએ વિચારવા લાગ્યા આજે ચારે બાજુ અંધકાર ને અંધકાર છવાઈ ગયેલા છે. ભાળી—ભલી જનતા અંધકારમાં અટવાઈ રહી છે. આ કાળ-રાત્રિને કચારે અંત આવશે અને કયા સૂર્ય આ ક્ષિતિજ પર પ્રકાશ--કિરણા ફેલાવતા સંસારને પ્રકાશયુક્ત કરશે ?’૨૩ ઇન્દ્રભૂતિ ગૌતમ સમક્ષ એમણે પોતાની આ અન્તવ્યથા વ્યક્ત પણ કરી હતી.
?
શ્રમણુ કેશીકુમારના આ વેદના-વિહ્વળ શબ્દોમાં એ યુગની પીડાનું સ્પષ્ટ પ્રતિમિમ ઝળકી રહ્યુ છે. આ સમય ભગવાન પાર્શ્વ -
૨૩ બંધયારે તમે વોરે, ચિતિ પાળિળો વૃદુ ।
को करिस्सइ उज्जोय सव्वलोंगम्मि पाणिणं ॥
Jain Education International
For Private & Personal Use Only
-ઉત્તરાધ્યયન ૨૩,૭૫
www.jainelibrary.org