________________
૧૮૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. ભગવાન મહાવીરના સંપૂર્ણ જીવનને ચરિત કાચિત શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પૂર્વજન્મની ઘટનાએ રોચક છે. કાર્ય–વ્યાપારમાં વિશેષ પ્રકારને ઉતાર-ચઢાવ છે. મહાવીર ચરિત્રનું ઉદ્ઘાટન અનેક પરિસ્થિતિઓ અને વાતાવરણની મધ્યમાં થયેલું દર્શાવ્યું છે. સંવાદથી ચેજના અત્યંત સંઘટિત છે. કર્થોપકથન સજીવ, સ્વાભાવિક અને સરસ છે તેમજ ચરિત્રોના સ્પષ્ટીકરણ સાથે પાત્રોને સ્પષ્ટરેખ સાથે કથાવસ્તુને ગતિમાન કરવામાં પૂર્ણ સહાયભૂત થાય છે.
આ ચરિત્રકાવ્યમાં આઠ પ્રસ્તાવ-સગ છે. પ્રારંભમાં ચાર સર્ગોમાં ભગવાન મહાવીરના પૂર્વ ભવેનું વર્ણન છે. અને પછીના ચાર સર્ગોમાં એમના વર્તમાન ભવનું વર્ણન મળે છે.
પ્રથમ પ્રસ્તાવમાં સમ્યકત્વ પ્રાપ્તિનું નિરૂપણ છે. બીજા પ્રસ્તાવમાં રાષભ, ભરત, બાહુબલિ તેમ જ મરીચિના નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્રીજા પ્રસ્તાવમાં વિશ્વભૂતિની વસંતકીડા, રણયાત્રા તથા સંભૂતિ આચાર્યના ઉપદેશથી વિશ્વભૂતિ દીક્ષા લે છે, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવમાં ત્રિપૃષ્ઠના અશ્વગ્રીવ સાથેના યુદ્ધ તેમ જ પ્રિય મિત્ર ચકવર્તીના દિગ્વિજય અને એની પ્રત્રજ્યાનું વર્ણન મળે છે. ચોથા પ્રસ્તાવમાં પ્રિય મિત્રોનો જીવ, નંદન બની જાય છે. નંદન પિટ્ટિલ નામના આચાર્ય પાસેથી નરવિક્રમને પરિચય જાણવા માગે છે, એટલે આચાર્ય આ ચરિત્રનું કથન કરે છે. ચોથા પ્રસ્તાવમાં નરવિક્રમનું ચરિત્ર વર્ણવ્યું છે. નંદને જીવ જ ક્ષત્રિયકુંડમાં રાજા સિદ્ધાર્થને ત્યાં જન્મ ગ્રહણ કરે છે, બાલકનું નામ વર્ધમાન રાખવામાં આવે છે. વર્ધમાનને વર્યાપન મહત્સવ કરવામાં આવે છે. મહાવીર ૨૮મા વર્ષે, માતાપિતાને સ્વર્ગવાસ થયા પછી નંદિવર્ધનને રાજ્ય ભિષેક, પછી ભાઈની અનુમતિ લઈને દીક્ષા, પાંચમા પ્રસ્તાવમાં ગેપને ઉપસર્ગ અને શૂલપાણિ અને ચંડકૌશિકને બોધ આપવાના પ્રસંગેનું વર્ણન છે. છઠ્ઠા પ્રસ્તાવમાં શાલકની ઉદંડત્તાનું વર્ણન, સાતમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org