________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૯૭ પુરાણ મૂલતઃ ભટ્ટારક સકલકીર્તિ કૃત વર્ધમાન પુરાણની ભાષા-વચનિકા છે. આ રચના બાલચંદ્ર છાવડાના પૌત્ર જ્ઞાનચંદ્રના આગ્રહથી કરવામાં આવી હતી. એની ભાષા પં. દૌલતરામજી કાસલીવાલની ગદ્યકૃતિ જેવી છે.
વર્ધમાન સૂચનિકા આ બુધજનજીની લઘુ કૃતિ છે. એમાં ભગવાન મહાવીરનું પરિચયાત્મક વર્ણન મળે છે.
મહાવીર પુરાણ આ પુરાણ મનસુખસાગર દ્વારા લખાયેલ છે. પરંતુ આ કઈ સ્વતંત્ર રચના નથી. આ શિખરમાહામ્ય ભાષાને જ અંતિમ અધ્યાય છે. આ અધ્યાયમાં ૯પદ્ય છે. મનસુખસાગર, લેહાચાર્યની પટ્ટ પરંપરાના મહીચંદ્રની પરંપરામાં થનારા ભટ્ટારક ગુલાબકીર્તિના પ્રશિષ્ય અને બ્રહ્મસંતોષ સાગરના શિષ્ય હતા.
મહાવીરની વિનંતી આ એક ભટ્ટારક શુભચંદ્રકૃત સ્તવન છે. જેમાં ભગવાન મહાવીરને ગુણાનુવાદ છે.
મહાવીર છંદ” પણ આવી એક લઘુ કૃતિ છે. જેમાં મહાવીરના ગર્ભ કલ્યાણકનું વર્ણન છે. એમાં ૧૬ સ્વપ્નનું પણ વર્ણન છે. ભાષા સંસ્કૃત-નિષ્ઠ છે.
રાજસ્થાની ભાષામાં ભગવાન મહાવીરનાં અન્ય પણ સેંકડો ચરિત્ર લખાયેલાં છે. કેમકે રાજસ્થાનમાં ભક્ત અને સંત પ્રાયઃ કવિ થયેલા છે. અને તેઓ પિતાના આરાધ્યની પાવન–જીવન કથાથી પિતાની સરસ્વતીને પવિત્ર ન કરે એ કેવી રીતે સંભવે? પણ વિશેષ પરિચય ઉપલબ્ધ ન થવાથી વધુ લખવું સંભવિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org