________________
૨૨૦
ભગવાન મહાવીર : એક અનુશીલન સામગ્રી લઈને એની પાસે આવ્યા. નયસાર ચિંતન કરવા લાગ્યા કે આ સમયે કોઈ અતિથિ આવી જાય તે હું એને જમાડીને જમું.
જ્યાં સુધી અતિથિને ન જમાડું ત્યાં સુધી શી રીતે ખાઉં. તે ઊભે થઈ આગળ જઈ દૂર સુધી જંગલમાં નજર ફેલાવી આમતેમ ચારે તરફ જોવા લાગ્યું. ત્યારે ઘણે દૂર પર્વતની તળેટીમાં આમતેમ રસ્તા શોધતા કઈ મુનિ એની નજરે પડયા. નયસાર ખૂબ ખુશ
. એણે ધ્યાનથી જોયું તે તેઓ ત્યાં જ આવી રહ્યા હતા. નયસાર ખાવાનું પડતું મૂકીને એમને લેવા સામે ગયે. મુનિર્વાદ ખૂબ જ થાકી ગયું હતું, માર્ગ ભૂલીને તેઓ પહાડીઓમાં આમતેમ ભટક્તા હતા. તેઓ ભૂખ અને તરસથી ખૂખ પીડિત થઈ ગયા હતા. નયસારે નમસ્કાર કરીને પૂછયું-“આર્ય, આ નિર્જન વનમાં આપ શા માટે ફરો છે?”
સન્તાએ કહ્યું-ભદ્ર! અમે સાર્થવાહ સંઘની સાથે પ્રસ્થાન કર્યું હતું, પણ પછી સંઘ માર્ગમાં એક જગ્યાએ વિશ્રામ લેવા શે. અમે નજીકના ગામમાં ભિક્ષા લેવા ગયા, ફરીથી અમારા વિશ્રામ સ્થાન પર જઈને જોયું તો માલુમ પડયું કે સાર્થ–સંઘ તે. ચાલ્યા ગયે છે, અમે પણ ચાલવા માંડયું પરંતુ ભૂલથી જંગલમાં અટવાઈ ગયા.
નયસારે મુનિઓને પ્રાર્થના કરી–“મહારાજ! ભિક્ષા સ્વીકારે ચંબુમાં મીઠી છાશ તૈયાર છે.” બુઝાતા દીપકને તેલ મળી ગયું. મુનિઓએ નયસારના આગ્રહથી તે નિર્દોષ આહાર કર્યો. મુનિઓને શાંતિ થઈ. નયસાર પણ ખૂબ પ્રસન્ન થે.
કેટલેક સમય વિશ્રામ લઈ મુનિએ આગળ જવા તૈયાર થયા. નયસાર રસ્તે બતાવવાને ઘણે સુધી એમની સાથે ગયા. મુનિઓએ જોયું કે નયસાર એક ભાવુક ભક્ત છે. એની આંખમાં સરલતા અને વિનમ્રતા દેખાય છે. એને સેવાભાવ કેટલે મહાન છે. આ સરલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org