________________
૨૨૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
વિદેહ ક્ષેત્રમાં સીતા નદીના નજીક પુષ્કલાવતી દેશની પરીકિણી નગરીના મધુવનમાં રહેતા હતા. આ વનમાં દિબ્રમથી ભ્રમિત સાગરસેન મુનિને મૃગ સમજીને તે એને મારવા તૈયાર થાય છે. પરંતુ પત્નીએ કહ્યું કે એ તે વનદેવતા છે. એને મારો નહિ. એ સાંભળીને તે મુનિ પાસે ગયા અને શ્રદ્ધાથી નમસ્કાર કર્યા અને એમનાં મધુર વચન સાંભળીને શાંત થઈ ગયે. એણે આ મુનિરાજ પાસેથી મધુ, માંસ અને શરાબ આદિ ત્રણેના સેવનના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું અને જીવનપર્યન્ત બહુ આદરપૂર્વક એનું પાલન કર્યું.
શ્વેતાંબર ગ્રંથાએ નયસારને-ચિન્તક ( ગામને મુખી) કો છે, તે દિગંબર ગ્રંથમાં ભીલનો મુખી કહ્યો છે. ૨ ગુણચંદ્ર અને હેમચન્દ્ર ગ્રામચિન્તકને વિશિષ્ટ આચારનું પાલન કરનાર, ધર્મશાસ્ત્રમાં શ્રદ્ધાળુ, હેય અને ઉપાદેયને જ્ઞાતા, સ્વભાવથી ગંભીર, પ્રકૃતિથી સરલ, વિનીત, પરેપકારપરાયણ વગેરે વિશેષણ વાપરીને એના સદ્ગુણેને પ્રગટ કર્યા છે. ૨૩ પરંતુ દિગંબર પરંપરામાં પુરુ રવાના વર્ણનમાં એના દુર્ગુણેની પ્રધાનતા બતાવી છે. ૨૪ આ પ્રકારે એક જ વ્યક્તિ હોવા છતાં પણ પાત્રની પ્રકૃતિમાં મોટે ભેદ છે. દિગંબર અને તાંબર અને પ્રકારના ગ્રંથમાં મુનિના સત્સંગને સમાનપણે બતાવવામાં આવ્યા છે. તાંબર ગ્રંથમાં શ્રદ્ધાની પ્રધાનતા બતાવવામાં આવી છે, પણ ત્યાગ અંગે કઈ ઉલ્લેખ નથી. જ્યારે દિગંબર પરંપરામાં એણે મધુ-વગેરેને પણ ત્યાગ કર્યો એ ઉલ્લેખ ૨૧ ઉત્તરપુરાણ ૭૪, ૧૫ ૨૨ મધુળે વને તસ્યા નાના વ્યાપોમવતા –ઉત્તરપુરાણ ૦૪, ૧૫ ૨૩ (ક) મહાવીર ચરિયું પૃ. ૩ (4) साधुसम्बन्ध बाह्योऽपि सोऽकृत्येभ्यः पराङ्मुखः दोषान्बेषणविमुखो गुणग्रहणतत्परः ।
ત્રિષષ્ટિ ૧૧,૧,૬. ૨૪ ઉત્તરપુરાણ ૭૪, ૧૭-૧૮ ૨૫ વિશેષા. ભાષ્ય ૧૫૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org