________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૪૭
કામ માટે તે અમે બે ભાઈઓ પૂરતા છીએ. આ૫ આરામ કરો અને અમને જવા દે.”
રાજાએ સિંહની ભયંકરતાનું વર્ણન કરતાં જણાવ્યું કે- “ પુત્ર હું અત્યારે નદીકિનારે આવેલા વૃક્ષ જે છું. ક્યારેય મરવાનું તે છે જ, પરંતુ તમે તો આશાના દીપક છે. આ કયારીનાં ખીલતાં ફૂલ છે. એટલે તમારે પોતાની જાતનું સતત રક્ષણ કરવું જોઈએ.”
પુત્રોએ ખૂબ આગ્રહ કર્યો અને પિતાની અનુમતિ લઈ કુમારો તે બાજુ ચાલી નીકળ્યા. પિતાએ ઘણાં બધાં તીક્ષણ શસ્ત્રો અને વીર સૈનિકે સાથે આપ્યા. ડાંગરના ખેતરમાં જઈને કુમારેએ ખેતરના રક્ષકને પૂછયું, “બીજા રાજાઓ અહીં કેવી રીતે અને કયા સમયે રહે છે?” એમણે જણાવ્યું–“જ્યાં સુધી ડાંગર (ધાન્ય) પાકતી નથી ત્યાં સુધી ચતુરંગી સેનાને ઘેરા કરી અહીં રહે છે અને સિંહથી રક્ષા કરે છે.”
ત્રિપુટે કહ્યું, “મને એ સ્થળ બતાવે કે જ્યાં નવહથે કેસરી સિંહ રહે છે?”
વૃદ્ધ ખેડૂતોએ હસતાં હસતાં કહ્યું, “રાજકુમાર, આપ તો એવી વાત કરે છે કે જાણે કે હરણ અને સસલાંને શિકાર કરવા આવ્યા છે? આ તે ખૂંખાર કેસરીસિંહ છે. મોટા મોટા રાજા અહીં આવી ગયા, પરંતુ હજી સુધી કોઈ એને મારી શક્યું નથી અને આપ આવતાંની સાથે જ એની ગુફા અંગે પૂછી રહ્યા છે ?”
ત્રિપૃષ્ણની ભુજાઓ ફરકતી હતી. બલ અને સાહસ એનામાંથી જેર કરીને બહાર નીકળી રહ્યાં હતાં. તે બે , “એ છે તો સિંહ જ. ચપટીમાં અમે એનો શિકાર કરી નાખીશું.” રથારૂઢ થઈ સશસ્ત્ર ત્રિપૃષ્ટકુમાર ત્યાં પહોંચી ગયે. સિંહને આહવાન આપ્યું. સિંહ પણ આળસ અખેરીને ઊઠ અને મેઘગંભીર ગર્જના કરીને પર્વતનાં શિખરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org