________________
૨૨૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
આવશ્યકનિર્યુક્તિ,૩૩ વિશેષાવશ્યક ભાષ્ય,૩૪ આવશ્યક મલયગિરિ વૃત્તિ, ૫ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, કલ્પલતા.૩૭ કલ્પદ્રમકલિકા ૮ વગેરે તાંબર ગ્રંથ અનુસાર ભગવાનનું પ્રથમ પ્રવચન સાંભળીને સમ્રાટ ભરતનો પુત્ર મરીચિ ભગવાન ઝાષભદેવ પાસે દીક્ષિત થાય છે. તપ સંયમની વિશુદ્ધ આરાધના સાધના કરતા તે એકાદશ (અગિયાર) અંગેનું અધ્યયન કરે છે. પરંતુ એક વાર પ્રખર ઉનાળાના તાપથી વ્યાકુળ થઈ મરીચિ સાધનાના કઠોર કંટકાકીર્ણ માર્ગમાંથી વિચલિત થઈ જાય છે. એના અંતરમાનસમાં દુર્બળતાયુક્ત વિભિન્ન વિકલ્પની લહેર ઊછળવા લાગે છે. મેરુ પર્વત જેવા આ સંયમને માટે ભાર હું એક પળ પણ સહન કરવા અસમર્થ છું. શું મારે ફરીથી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરવું જોઈએ? ના, કદી પણ નહીં. પરંતુ જ્યારે હું સંયમનું વિશુદ્ધતાથી પાલન કરી શક્તો નથી, તે શ્રમણ વેશ છોડી ન વેશ અપનાવે જોઈએ.4° અનેક સંકલ્પવિકલ્પ પછી એણે નિર્ણય કર્યો-શ્રમણ સંસ્કૃતિના શ્રમણ ત્રિદંડ-મન, વચન અને કાયના અશુભ વ્યાપારથી રહિત હોય છે. ઈદ્રિયવિજેતા હોય છે, પરંતુ હું ત્રિદંડથી યુક્ત અને અજિતેન્દ્રિય છું એટલે એના પ્રતીકરૂપમાં હું ત્રિદંડ ધારણ કરું છું.'
શ્રમણ દ્રવ્ય અને ભાવથી મુંડિત થાય છે. સર્વ પ્રાણાતિ
૩૩ આ. નિ. ૩૪૭ આવ. હરિભદ્રીય વૃત્તિ ૩૪૪ ૩૪ વિશેષા. ભાષ્ય ૧૭૦૯-૧૭૧૨ ૩૫ આવ. મલ. વૃત્તિ પૂ. ૨૩૦/૧ ૩૬ ત્રિષષ્ટિ ૧૦,૧,૨૨-૨૩ ૩૭ ક૯પસૂત્ર કપલતા ૨૦૭ ૩૮ કપત્ર, ક૯૫ક્રમકલિકા ૧૫૧ ૩૯ વિશે. ભાષ્ય ૧૭૨૦ ૪૦ આવ નિયુકિત. ૨૭૯ વિશે. ભાષ્ય ૧૭૨૪ ૪૧ (ક) આ નિ. ૨૮૦ (ખ) વિશે. ભાગ્ય ૧૭૨૫ (ગ) ત્રિષષ્ટિ, ૧૦, ૧,૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org