________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૪૧
ફરતાં ત્યાં આવી પહોંચ્યા. વિશાખનંદીના સેવકેએ મુનિને ઓળખી લીધા છે. એમણે જલદીથી આની ખબર આપી. વિશાખનંદી ત્યાં આવ્યું, જેયું, એક મહાન દ્ધો વિશ્વભૂતિ આજ ખૂબ જીર્ણ-શીર્ણ થએલે ચાલી રહ્યો હતો. મુનિને જોઈને એના અંતરમાનસમાં ક્રોધની આંધી ઊઠી, સરોષ નેત્રથી તે મુનિને જોઈ રહ્યો હતોએટલામાં એક તરત વિયાએલી ગાયની ટકકર લાગતાં વિશ્વભૂતિ અણગાર ભૂમિ પર પડી ગયે. પડતા મુનિને ઉપહાસ કરતા વિશાખનંદી કુમારે કહ્યું ઃ “વિશ્વભૂતિ, તારું તે પરાક્રમ, જે કપિત્થને તેડવાને સમયે જેવામાં આવ્યું હતું તે કયાં ગાયબ થઈ ગયું?”
રાજકુમારના વ્યંગ વચનથી મુનિનો કોધ ભભૂકી ઊડ્યો, દુખ ! હું સાધુ બની ગયો છું, તે પણ આજે તું મારી મજાક કરી રહ્યો છે? મારી ક્ષમા અને તપસ્યાને દુર્બલતા સમજી રહ્યો છું ?” વિશ્વભૂતિ અણગારે આવેશમાં આવીને ગાયનાં બે શિંગડાં પકડી એને ચક્કર ચક્કર ફેરવી, આકાશમાં ઉછાળી અને કહ્યું, “શું દુર્બલ સિંહ શિયાળથી પણ જાય, જે મારા તપ-જપ અને બ્રહ્મચર્યનું ફલ હોય તે હું આગામી જન્મમાં અપરિમિત બલવાળે બનું.” આ પ્રકારે મુનિએ નિદાન કરી તથા દેષની આલેચના કર્યા વિના એ સમય આવતાં આયુષ્ય પૂર્ણ કર્યું.
દિગંબરાચાર્ય ગુણભદ્રે વિશ્વભૂતિના સ્થાન પર વિશ્વનંદી આ નામ આપ્યું છે. અને વિશ્વનંદીના બદલે વિશ્વભૂતિ નામ આપ્યું છે.* પરિવારના સભ્યોના નામમાં પણ ફેરફાર છે. ४५ (8) ताहे अमरिसेणं त गावि अग्गसिंगेहि गहाय उइदं उम्विहति ।
આવ. ચૂણિ ૨૩૨ (ખ) આવ. મલ. વૃત્તિ ૨૪૯ (ગ) ત્રિષષ્ઠિ. ૧૦, ૧, ૧૦૨
(ધ) મહાવીરચરિયું ૩, ૧૧, પૃ. ૪૦ ૯૬ ઉત્તરપુરાણ ૭૪,૮૬,૮૭,૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org