________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૨૯ આ વાત અમાત્યને જણાવી. અમાત્યે આ સમસ્યાને ઉકેલ લાવવા માટે અજાણ્યા માણસો દ્વારા રાજાને કૃત્રિમ લેખ પહોંચડાવ્યો. લેખ વાંચીને રાજાએ યુદ્ધની ઘોષણા કરી રણભેરી વાગી ઊઠી. તે યુદ્ધ-યાત્રા માટે પ્રસ્થાન કરવા લાગ્યા. વિશ્વભૂતિને આ અંગે ખબર પડતાં જ તે ઉદ્યાનમાંથી નીકળી રાજાની પાસે પહોંચી ગયે. જોયું તે રાજા પિતે જ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. કુમારે પૂછયું-“મહારાજા ! અચાનક યુદ્ધની ઘોષણા કેમ કરવામાં આવી છે? શું વાત છે?”
રાજાએ કહ્યું: “સરહદ પર એક પુરુષસિંહ સિંમત છે તે ઘણા દિવસ થયા માથું ઊંચકી રહ્યો છે, હું એની સાથે યુદ્ધ કરવા જાઉં છું.” પેલે અજ્ઞાતપત્ર પણ એણે એના હાથમાં મૂકી દીધો.
“મહારાજ હું ઘેર રહું અને આપ યુદ્ધ કરવા જાવ, તે શું મારે માટે શરમની વાત નથી? આપ મને આજ્ઞા આપો.
રાજા તે એ જ ઈચ્છતો હતો. એણે તે જ સમયે તે અંગેની સંમતિ આપી દીધી. વિશ્વભૂતિ સેના લઈ નીકળી પડ્યો. પણ પુરુષસિંહ તે લડવા જ માગતું ન હતું, તે ભેટ-સોગાદ લઈને આવે. હાથી, ઘોડા, હીરા-મોતી વિવધ પ્રકારની ભેટે આપી એણે વિશ્વભૂતિને ખુશ કર્યો. વિશ્વભૂતિ પુરુષસિંહને અનુકૂળ જોઈ, અને સીમાની રક્ષા કરવાની જવાબદારી સોંપી, યુદ્ધ કર્યા વિના, વિજયવાવટે ફરકાવી સેના સાથે પાછો ફર્યો.
આ બાજુ વિશ્વભૂતિના ગયા પછી રાજકુમાર વિશાખાનંદીએ અતઃપુર સાથે પિતાનો પડાવ ઉદ્યાનમાં નાખે. વિશ્વભૂતિ પાછા ફર્યા બાદ ફરીથી ઉદ્યાનમાં પ્રવેશ કરવા લાગે ત્યારે દંડધારી દ્વારપાલેએ એને રોક્યો. એમણે કહ્યું-“અંદર રાજકુમાર વિશાખનંદી પિતાની પત્નીઓ સાથે રહેલા છે. ”
વિશ્વભૂતિ રોકાઈ ગયે, એના હૃદયને ઘેરે આઘાત લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org