________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૨૭
હું, હું પ્રથમ વાસુદેવ, ચકવર્તી અને અંતિમ તીર્થકર બનીશ. શું કહેવી મારા કુલની મહાનતા ?' હર્ષ અને જાતીય ગૌરવથી ફુલાઈને એણે પિતાના પગ ત્રણ વાર જમીન પર પછાડીને કહ્યું, “મેં ઘણું પ્રાપ્ત કરી લીધું છે, હવે આનાથી વધુ મારે કંઈ પણ જરૂર નથી” -તે નાચતા નાચતા આવતાં-જતાને કહેવા લાગ્યો, જુઓ, જુઓ મારું કુળ કેટલું મહાન છે. કેટલું ઉત્તમ છે. ૪૭
- મરીચિ આ ગૌરવને પચાવી શક્યો નહીં. તે પ્રત્યેક વ્યક્તિની સામે પિતાની બડાઈ કરતે, કુળ–ગૌરવનાં ગીત—ગાતો અને આત્મપ્રશંસા કરત.
અહંકાર પતનનું પ્રથમ પગથિયું છે. તે પિતાના અભિમાન અને આત્મપ્રશંસાને કારણે પિતાની ઉત્કૃષ્ટ સાધનાના ફલથી વંચિત થઈ ગયે. એણે કુલ-મદના કારણે નીચ ગેત્રને “બંધ” કરી લીધે.૪૮
એક દિવસ મરીચિ માંદો પડી ગયો એની સેવા કરનાર કોઈ ન હતું. સેવા કરનારની અનુપસ્થિતિમાં ક્ષુબ્ધ થયેલા મરીચિના માનસમાં એ વિચાર ઊડ્યો કે “મેં અનેક જણને ઉપદેશ આપી ભગવાનના શિષ્ય બનાવ્યા, પરંતુ આજે મારી સેવા કરનાર કોઈ શિષ્ય નથી. માટે સાજો થઈ પછી હું કોઈ મારે પોતાના શિષ્ય બનાવીશ.” તે સાજો થઈ ગયો. રાજકુમાર કપિલ ધર્મ અંગે જાણવા એની પાસે આવે છે. એને એણે આહંતી દીક્ષા લેવા પ્રેર્યો. કપિલે પ્રશ્ન કર્યો “તમે પોતે જ કેમ આહંત ધર્મનું પાલન કરતા નથી?” ૪૭ (ક) આ. નિ ૩૧૩ થી ૩૧૫
(ખ) વિશે. ભાષ્ય. ગા. ૧૭૭૭ થી ૧૭૭૯ ૪૮ (ક) આવ. નિ. ૩૨૧-૩૨૨
(ખ) વિશે ભાષ્ય ૧૭૮૭-૧૭૮૮ (ગ) આ. નિ. હ. ૪૩૮-૩૯ (ધ) મહાવીરચરિયું, ગુણચન્દ્ર, પ્ર. ૨ ગા. ૧૪૫ ૫. ૧૯ () ત્રિષષ્ટિ. ૧૦, ૧, ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org