________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૨૧
હૃદયમાં સહજપણે ધર્મનું બીજ ઉત્પન્ન થઈ શકે. મુનિઓએ કહ્યું“ભક્ત! તમે અમને માર્ગ બતાવે, અમારી ખૂબ સેવા કરી છે. અમે પણ તમને કોઈ રસ્તો બતાવીએ છીએ.”
નયસારે નમ્રતાથી કહ્યું-“હા, મહારાજ અવશ્ય બતાવે !” મુનિઓએ એને ધર્મનું રહસ્ય બતાવતાં કહ્યું – “સરલતા, શાંતિ અને સમતા એ જ ધર્મનું બીજ છે. દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરે જેનાથી જીવનનું કલ્યાણ થશે.”
નયસારે ધર્મનું શ્રવણ કર્યું અને એને હૃદયમાં ઉતાર્યો. એને ધર્મનું બધિબીજ-સમ્યકત્વ પ્રાપ્ત થયું. ૭
તુલના
ભગવાન મહાવીરના જીવે માર્ગ ભૂલેલા સતેને રસ્તો બતાવ્યું, એ પ્રકારની ઘટના તથાગત બુદ્ધના પૂર્વભવમાં પણ આવે છે. જ્યારે બુદ્ધ પૂર્વભવમાં સુમેધ પંડિત હતા, ત્યારે એમણે દીપકર બુદ્ધને માટે માર્ગ તૈયાર કર્યો હતો. અને દીપકરે એમના સંબંધમાં ભવિષ્યવાણું કરી હતી. એ બને પ્રસંગોમાં માર્ગની ઘટના સમાનપણે છે. તેઓ બને બાહો માર્ગ બતાવે છે, અને એમને આન્તરિક વિશુદ્ધિને માર્ગ મળે છે. આ સમાનતા ધ્યાનપાત્ર છે.
આચાર્ય ગુણભદ્ર રચિત ઉત્તરપુરાણમાં નયસારની ઘટના કંઈક જુદા સ્વરૂપે નિરૂપાઈ છે. એમાં નયસારના સ્થાન પર પુરુરવા નામ મળે છે. ૨૦ એ જાતિએ ભીલ હતે. ૨ અને જંબુદ્વીપમાં આવેલ ૧૭ (ક) મહાવીરચરિયું ગુણચન્દ્ર પન્ના ૬.
(ખ) મહાવીરચરિયું.
(ગ) ત્રિદિ૦ ૧૦.૧,૨૨. ૧૮ જાતકકથા, સુમિધકથા પૃ. ૧૮ ભારતીચ જ્ઞાનપીઠ કાશી ૧૯ એજન પૂ. ૧૨. २० पुरुरवा प्रियाभ्यासीत् ,
–ઉત્તર ૭૪, ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org