________________
૨૧૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
વીસમે ભવ ત્રિશલા રાણીના ગર્ભમાં આવવાને ગણાવ્યું છે. આચાર્ય અભયદેવ સિવાય કઈ પણ ગ્રંથમાં ગર્ભ–પરિવર્તનને ભવ માન્ય નથી. સંભવ છે કે અભયદેવે સમવાયાંગમાં છઠ્ઠા ભવમાં મહાવીર જીવને પદિલ હતો એ વાતની સાથે મેળ બેસાડવા માટે આ પ્રકારની પરિકલ્પના કરી છે.
નયસાર પ્રથમ ભવને
આવશ્યકનિયુક્તિમાં ભગવાનના જીવે સર્વ પ્રથમ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું, એ સમયે એમનું નામ શું હતું, તે ક્યાંના રહેવાસી હતા તે અગે કાંઈ પણ ઉલ્લેખ નથી. કેવળ એટલું જ સૂચન છે કે અટવીમાં પરિભ્રમણ કરતા સાધુઓને એમણે માર્ગ બતાવ્યું અને સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. આચાર્ય જિનભદ્રગણી ક્ષમાશ્રમણે નિયુક્તિની ગાથાનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે તેઓ અપર મહાવિદેહમાં ગ્રામ-ચિન્તક હતા, સાધુઓને માર્ગ બતાવ્યું અને અનુકંપા સાથે દાન આપ્યું. ૧૩, પણ ગ્રામ–ચિતકનું શું નામ હતું, તે જણાવ્યું નથી.
જિનદાસગણું મહત્તરે આવશ્યક ચૂર્ણિમાં ૧૪ પ્રસ્તુત પ્રસંગે કંઈક વિસ્તારથી આલેખ્યા છે. ધર્મકથા કરનાર સંત લબ્ધિસંપન્ન ૧૨ (ક) પંથાવાર સેત્તા, સાબૂi મવિવિધ્વાઢાળ ! सम्मत्त पढमलं भो बोद्धब्बों बड्ढमाणस्स ॥
આવશ્યક નિયુકિત. ૧૪૧ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ૧૫૪૭. १३ अवरविदेहे गामस्स चिन्तओ रायदारुवणमण ।
साधू भिक्खवाणिमित्तं सत्था हाणे हि पासे ।। दाणण्ण पंथणयण अणुकप गुरुण कधण सम्मतं ।
– વિ. ભાષા, ૧૫૪૮, ૧૫૪૯, ભાગ ૨ પૃ. ૨૮૫ ૧૪ આવશ્યક ચૂર્ણિ પુ. ૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org