________________
૨૦૩
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ઐતિહાસિક આધાર હોય. મહાપુરુષે અંગેની મનમાં આવે એવી ગડેલી કલ્પનાઓ ભલે ગમે તેટલી સુંદર હોય, એથી એનું કઈ મહત્ત્વ વધતું નથી.
અમે પ્રસ્તુત ગ્રંથમાં આ પ્રયત્ન કર્યો છે કે ભગવાન મહાવીરના જીવનપ્રસંગો વાચક સમક્ષ રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવે પરંતુ અતિહાસિક ઉપેક્ષા થવી જોઈએ નહીં.
બૌદ્ધ સાહિત્યમાં મહાવીર
ભગવાન મહાવીર અંગે વૈદિક સાહિત્યમાં કોઈ વિશેષ ચર્ચા ઉપલબ્ધ થતી નથી. એમના સમકાલીન સાહિત્ય અને ઉત્તરકાલીન સાહિત્યમાં પણ કેઈ ચર્ચા નથી. આનું એક ખાસ કારણ આ પ્રમાણે માનવામાં આવે છે–ભગવાન મહાવીરના યુગમાં વૈદિક પ્રતિભા ખૂબ દુર્બલ થઈ ગઈ હતી. ઉપનિષદ્ કાલ સુધી તે એમાં આધ્યાત્મિક તેજ હતું પરંતુ ત્યાર બાદ ક્રિયાકાંડની જડતાથી તે કુંઠિત થવા લાગી હતી. અને ખાસ કરીને મહાવીરની વિદ્યમાનતામાં તે એ કઈ વૈદિક વિદ્વાન જોવા મળતું નથી કે જે એમના અંગે ચર્ચા કરતે હોય, એમના દર્શન અને ચરિત્રની આલોચના કરતે હેય. ઉત્તરકાલીન વૈદિક સાહિત્યે પણ એમની ઉપેક્ષા કરી છે. આનું મુખ્ય કારણ એ હઈ શકે કે ત્યાં સુધીમાં શ્રમણ પરંપરા વૈદિક પરંપરાની સામે એક પ્રભાવશાળી પ્રતિસ્પધીના રૂપમાં આવી ખડી થઈ ગઈ હતી. વૈદિક યજ્ઞયાગ, બ્રાહ્મણવાદના વિરેાધને કારણે વૈદિક વિદ્વાને શમણે દ્વેષ કરતા હતા. એના વિરોધમાં અને મુખ્યતઃ દાર્શનિક સિદ્ધાન્તના વિરોધમાં તર્ક-વિતર્ક કરતા હતા. ભગવાન મહાવીરનું વ્યક્તિત્વ તે નિર્વિવાદ તેમજ અત્યંત નિર્મલ હતું. એટલે એની ચર્ચા કરવી, એના વિષયમાં કંઈક કહેવું, એ એક વિકટ સમસ્યા હતી. પ્રશંસા કરી શકતા નહીં અને નિંદા કરવાને કઈ મુદ્દો મળ્યો નહીં હોય. હાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org