________________
२०४
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન જ્યાં ત્યાં શ્રમણ પર જરૂર આક્ષેપ કરવામાં આવ્યા છે, પણ ભગવાન મહાવીર અંગે વૈદિક સાહિત્ય પ્રાયઃ મૌન જ રહ્યું છે.
બૌદ્ધ સાહિત્યમાં આવી સ્થિતિ નથી. એનાં કારણે આ છેબુદ્ધ ભગવાન મહાવીરના સમકાલીન હતા. બંનેનું પ્રચાર અને વિહારનું ક્ષેત્ર એક જ હતું. અનેક રાજવંશ બન્નેના પ્રભાવ અને સંર્પકમાં આવ્યા હતા. બનને શ્રમણ પરંપરાના બે તેજસ્વી મહાપુરુષ હતા. –અને બને બ્રાહ્મણવાદ અને હિંસાત્મક યજ્ઞોના વિરોધી હતા. બન્નેએ વેદેની અપૌરુષેયતાને પડકાર આપે હતે. એટલે બન્નેની વિચારસરણમાં સારા પ્રમાણમાં સમાનતા હતી. એટલે માત્ર સમયની સમકાલીનતા જ નહીં પરંતુ એમના ચિંતનમાં પણ નિકટતા હતી. આ કારણે એ સંભવિત છે કે બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીરની ચર્ચા વારંવાર થઈ હોય. એક આશ્ચર્યકારક બાબત એ છે કે જૈન આગમોમાં તથાગત બુદ્ધની કઈ ખાસ ચર્ચા દષ્ટિગોચર થતી નથી. આનું કારણ વિદ્વાને એ બતાવે છે કે મહાવીર બુદ્ધથી જ્યેષ્ઠ હતા, એમની પરંપરા અને દર્શન બુદ્ધથી વધુ પ્રાચીન અને જનવ્યાપી હતાં એટલે એણે નવી પરંપરા પ્રત્યે ઉપેક્ષા બતાવી, જ્યારે બુદ્ધે કેટલીય જગ્યાએ મહાવીરના અનુયાયીઓને પિતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો એટલે એની ચર્ચા પણ કરી છે. આ ચર્ચામાં અધૂરાપણું, સાંપ્રદાયિક કટુતા જોવા મળે છે. પરંતુ આને અલગ તારવીને અમે અત્રે એ બતાવવા માગીએ છીએ કે બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીરની ક્યા ક્યા ગ્રંથમાં કેવા રૂપમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્વાને પોતે જ એમાંથી સ્વયં સત્ય ગ્રહણ કરી લેશે– યથ લીરઉમવાડુમથાત ! બસ આ અપેક્ષા સાથે અત્રે બૌદ્ધ સાહિત્યમાંથી મહાવીર અંગેની ચર્ચા-વિચારણાનું એક વિહંગમ અવલોકન પ્રસ્તુત છે.
બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીરનું કેઈ વ્યવસ્થિત અને કમબદ્ધ જીવનચરિત્ર મળતું નથી. સમગ્ર બૌદ્ધ સાહિત્યનું પરિશીલન કરવાથી આવા એકાવન ઉલેખ પ્રાપ્ત થાય છે કે જે નિર્ગઠ નાતપુત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org