________________
ભગવાન મહાવીરન
બે ધારાઓ
ભારતીય સંસ્કૃતિ મૂલતઃ બે સાંસ્કૃતિક ધારાઓને સમન્વિત પ્રવાહ છે–તે છે બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ. શ્રમણ અને બ્રાહ્મણ-બનેય સંસ્કૃતિઓનું મૂળ કેન્દ્ર અધ્યાત્મ રહ્યું છે, તે પણ બન્નેની ચિંતનપદ્ધતિ અને જીવનશૈલીમાં સારું એવું અંતર છે. એમ તે બ્રાહ્મણ સંસ્કૃતિનું લક્ષ્ય બ્રહ્મ (જ્ઞાનની ઉપલબ્ધિ) છે. અને શ્રમણ સંસ્કૃતિનું લક્ષ્ય સમ(સમતાની પૂર્ણ ઉપલબ્ધિ) છે. બ્રહ્મ અને સમ એ બનને આધ્યાત્મિક સ્વરૂપમાં કઈ ખાસ ભેદ નથી, પરંતુ લક્ષ્યની દષ્ટિએ સારું એવું અંતર છે. બ્રાહ્મણ સંસ્કૃતિ મૂલતઃ કર્મકાંડ પ્રધાન છે, શ્રમણ સંસ્કૃતિ ત્યાગપ્રધાન છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં જીવનનું ચરમ લક્ષ્ય સ્વર્ગીય વૈભવની પ્રાપ્તિ છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિનું અંતિમ ધ્યેય સર્વ બંધનથી મુક્ત થઈ મેક્ષ અર્થાત્ આત્મસ્વરૂપની ઉપલબ્ધિ છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં જીવ અને ઈશ્વર બને ભિન્ન તત્ત્વ છે. કેઈ કઈ જગ્યાએ જીવને ઈશ્વરને અંશ માનવામાં આવે છે, જ્યારે શ્રમણ સંસ્કૃતિમાં આત્મા અને પરમાત્મામાં કઈ મૌલિક ભેદ માનવામાં આવતો નથી. આત્માની શુદ્ધ નિર્વિકાર દશા તે જ પરમાત્મા છે. અને તે શુદ્ધ સ્વરૂપમાં આત્માની અવસ્થિતિ કરવા માટે જ બધા પ્રયત્ન–સાધના છે. એક દષ્ટિથી બ્રાહ્મણ સંસ્કૃતિ સમાજ અને રાષ્ટ્રની સંસ્કૃતિ છે અને શ્રમણ સંસ્કૃતિ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાની સંસ્કૃતિ છે.
બ્રાહ્મણ સંસ્કૃતિના ચિંતને મીમાંસાદર્શન, વેદાન્તદર્શન, વૈશેષિકદર્શન ને ન્યાયદર્શનને જન્મ આપે. અને શ્રમણ સંસ્કૃતિના ચિંતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org