________________
ભગવાન મહાવીરના પૂર્વભવ
૨૧૫
જેમ અનેક જન્મ-મરણ (ભાવ) કર્યા છે, એની ગણતરી કરવી શક્ય નથી. પરંતુ જ્યારે ભગવાન મહાવીરના જીવે સર્વ પ્રથમ બેધિલાભ મેળવ્યું ત્યારથી તે પરિત–સંસારી બની ગયા. એમને એક આત્મસાધનાની દિશા મળી ગઈ એટલે ત્યારથી એમના ભવાની ગણતરી અહીં કરવામાં આવી છે.
ભગવાન મહાવીરના જીવનની પરિચયરેખા સર્વપ્રથમ આચારાંગ અને કલ્પસૂત્રમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ ત્યાં ભગવાન મહાવીરે જ્યારે દષ્ટિલાભ પ્રાપ્ત કર્યો, તે અંગે કોઈ પણ પ્રકારનું સૂચન નથી. અને એમના પૂર્વ–ભો અંગે પણ કઈ ઉલ્લેખ નથી. એમાં ફક્ત ભગવાન મહાવીરને જીવ દસમા દેવલોકથી ચ્યવી અન્તિમ ભાવમાં મનુષ્ય બન્યું બસ એટલે જ ઉલ્લેખ છે. પણ દેવભવ પહેલાં તેઓ ક્યાં હતા, અને ક્યાંથી આવ્યા હતા, આ અંગે કેઈ વર્ણન મળતું નથી.
સમવાયાંગમાં “શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકરના ભવ ગ્રહણની પૂર્વ છઠ્ઠા ભાવમાં પિટિલ હતા અને ત્યાં એક કરોડ વર્ષ સુધી શ્રામય પર્યાયનું પાલન કર્યું હતું, એ ઉલ્લેખ છે. પરંતુ ત્યાં એમણે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું, એ ઉલ્લેખ નથી અને વળી ત્યાં જ ભવનાં નામ પણ જણાવ્યાં નથી.
ભગવાન મહાવીરના જીવે સમ્યગદર્શન સર્વ પ્રથમ ક્યા ભવમાં પ્રાપ્ત કર્યું એની સૂચના આવશ્યકનિર્યુક્તિમાં મળે છે. પંડિત શ્રી દલસુખ માલવણિયાની માન્યતા છે કે આવશ્યકનિયુક્તિનાં પણ અનેક સંસ્કરણ થયેલાં છે. તેમાં સૌથી પ્રાચીનતમ સંસ્કરણ મૂલાચાર છે. ૨ આચારાંગ, ભાવના. અ. ૧૫. ગળ્યપદ ૩, મારો ત૮ આવાર ગૂ૫.
૩૨૯. ૩ ક૯૫સૂત્ર. ४ समेणे भगवं महावीरे तिस्थगरभवग्गहणाओ छठे पोटिल्ल भवग्गहणे एग वास कोडिं, सामण्ण परियांग ।
૯-સમવાયાંગ, સમવાય ૧૩૪, પ૦ ૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org