________________
૧૯૮
ભગવાન મહાવીરઃ એક અનુશીલન ત્રિપિટક સાહિત્યના આધારે ભગવાન મહાવીર અને બુદ્ધનું તુલનાભક દષ્ટિએ નિરૂપણ કર્યું છે. કાલનિર્ણય પ્રકરણ અને ત્રિપિટકમાં નિગંઠ તથા નિગઠ નાતપુત્ત પ્રકરણ પૂર્ણપણે શેાધ-પ્રધાન છે.
જેને ધમકા મૌલિક ઈતિહાસ આ ગ્રંથના લેખક આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ છે. ગ્રંથના પ્રથમ ખંડમાં વીસ તીર્થંકરોનો પરિચય આપવામાં આવે છે. ભગવાન મહાવીરના જીવન અંગે વિસ્તારથી લખવામાં આવ્યું છે. મુનિશ્રી કલ્યાણ વિજયજીના શ્રમણ ભગવાન મહાવીરનું વિશેષ રૂપમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે પણ અન્ય અનેક મૌલિક બાબતે પણ જોવા મળે છે.
સન્મતિ મહાવીર આ ગ્રંથના લેખક સુરેશ મુનિજી શાસ્ત્રી છે. ગ્રંથની ભાષા એટલી પ્રવાહી છે કે વાચક વાંચતાં વાંચતાં આનંદ-વિભોર થઈ જાય છે.
મહાવીર ઃ સિદ્ધાંત અને ઉપદેશ ૩ ઉપાધ્યાય અમરમુનિ દ્વારા લખાયેલા આ નાનકડા પુસ્તકમાં ગાગરમાં સાગર ભરવામાં આવે છે, એમ કહી શકાય.
વિશ્વાતિ–મહાવીરજ આ પુસ્તકના લેખક પણ ઉપાધ્યાય અમર મુનિજી છે. પુસ્તકમાં જીવન ચરિત્રપ્રધાન નથી, પણ વિચારપ્રધાન જોવા મળે છે. ૧૧. સન્મતિ જ્ઞાનપીઠ લેહામંડી, આગરા-૨ ૧૨. સન્મતિ જ્ઞાનપીઠ લોહામંડી, આગરા-૨ ૧૩. સન્મતિ જ્ઞાનપીઠ લેહામંડી, આગરા-૨ ૧૪. એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org