________________
૧૯૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
સંધિ છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રકાશિત થયેા છે. ત્રીજા ભાગમાં મહાવીર ભગવાનનું જીવનચરિત્ર મળે છે.
મહાવીર ચરિત
મહાવીર–ચરિત’ આ ગ્રંથના રચનાર મહાકવિ રઈધૂ છે. એમણે અપભ્રંશ ભાષામાં આ ગ્રંથની રચના કરી છે. મહાવીરની કથા પ્રાચીન ગ્રંથાના આધાર પર આપવામાં આવી છે, પરંતુ નવી વાત એ છે કે રઈએ ભગવાનના જન્માભિષેકના સમયે સુમેરુ પર્વત કંપિત થઈ ગયા એમ જણાવ્યું છે. દીક્ષા માટે જતા ભગવાન મહાવીર સાત પગલાં પગપાળા ચાલ્યા હતા, એનું વર્ણન પણ કવિએ કર્યું છે.
વડ્વમાણુ ચરિ’ ‘વર્ડ્ઝમાણુ ચિર’ ના રચનાર કવિ શ્રીધર છે. એની ભાષા અપભ્રંશ છે. કથા–વસ્તુના મૂલસ્રોત દિગંબર પરંપરા છે, તે પણ શ્વેતાંબર મહાવીર ચરિત્રોના પણ એના પર પ્રભાવ પડ્યો છે, જેમકે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં સિંહને મારી નાંખવાની ઘટના, મહાવીરને જન્મ થવાના દિવસથી સિદ્ધાર્થના ગૃહમાં લક્ષ્મીની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી, એટલે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું વગેરે વર્ણન પણ એમાં જોવા મળે છે.
વધમાન કાવ્ય
વર્ધમાન કાવ્યના રચનાર જયમિત્તહર્હી કવિ છે. એમણે એની રચના અપભ્રં’શ ભાષામાં કરી છે. મહાવીરનું ચરિત્ર દિગંખર પરંપરા અનુસાર જ છે તે પણ કેટલીક નવી વાતે એમાં સાંકળવામાં આવી છે. કવિએ ભગવાનના જન્માભિષેકના સમયે મેરુ–કંપનની ઘટનાનું વણુ ન અડુ રાચક શૈલીમાં કર્યું છે.
પૂના દિગંમર સાહિત્યમાં ભગવાને કેવલજ્ઞાન થવાના પ્રસંગે ૬૬ દિવસ સુધી દિવ્ય ધ્વનિ ખંધ પડયો નહીં એવા ઉલ્લેખ છે, પણ એ સમયે એમના વિહાર અંગે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org