________________
૧૮૩
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ગ્રંથના રચનાર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્ર છે. આ કાવ્યમાં દસ પર્વ છે. એમાં ત્રેસઠ કલાઘનીય મહાપુરુષોના જીવન ચરિત્ર છે. મુનિશ્રી પુણ્યવિજયજી અનુસાર એમાં ૩૨૦૦૦ હજાર કલેક છે. એની રચનાકાલ જર્મન વિદ્વાન ડે. બુહુરના મત પ્રમાણે વિ. સં. ૧૨૩૬–૧૨૩૯ત્ની વચ્ચે છે.
પ્રસ્તુત કાવ્ય એક અનોખું છે અને જ્ઞાનનો વિશાળ ભંડાર છે. મહા ભારત માટે એક કહેવત છે. “રઢિાસ્તિ તદ્દચત્ર સ્નેહસ્તિ ન તવરિત જે એમાં છે, તે બીજી જગ્યાએ છે. જે એમાં નથી, તે કોઈપણ જગ્યાએ નથી. પ્રસ્તુત ગ્રંથ અંગે આમ કહેવામાં કઈ અતિશક્તિ નથી. ભગવાન ઋષભદેવથી આરંભી પિતાના યુગ સુધીના ઈતિહાસને હેમચન્દ્રાચાર્યે એક ક્રમબદ્ધ સ્વરૂપમાં રજૂ કર્યો છે. આ ચરિત્રના માધ્યમ દ્વારા કેવલ જૈન પરંપરાને વિશદ ઈતિહાસ જ ઉપસ્થિત કરવામાં આવે છે, એમ નહીં પરંતુ મહાભારતની જેમ એમાં પણ અધ્યાત્મ, સંસ્કૃતિ, નીતિ, ધર્મ અને આચાર અંગેનાં અનેક મહત્વપૂર્ણ બેધવચનોને સમાવેશ કરવામાં આવે છે.
પ્રસ્તુત ગ્રંથના દસમા પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વિસ્તારથી આપવામાં આવ્યું છે. મહાવીરના જીવનના બધા મહત્વપૂર્ણ પ્રસંગો એમાં આવી જાય છે.
એની ભાષા સંસ્કૃત છે. શૈલી ચિત્તને આકર્ષી લે છે. આ ગ્રંથને જૈન પરંપરાનું મહાભારત કહી શકાય.
આ ગ્રંથને અંગ્રેજી ભાષામાં અનુવાદ એલેન જોનસનને કરેલ છે. અને વડોદરા ઓરિએંટલ સિરિજમાં તે ચાર ભાગમાં પ્રકાશિત થયેલ છે. અને આને ગુજરાતીમાં અનુવાદ ચાર ભાગમાં જૈનધર્મ પ્રચારક સભા, ભાવનગરથી પ્રકાશિત થયા છે, પ્રથમ પર્વને હિન્દી અનુવાદ પણ પ્રકાશિત થયેલ છે. પણ બીજાં પર્વો બાકી છે. ૩ જૈન ધર્મપ્રચારક સભા, ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org