________________
૧૮}
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
અનુસાર આ કાવ્યને રચનાકાલ શક સંવત ૯૧૦ (ઈ. સ. ૯૮૮) છે. કવિએ પેાતાના ગુરુનું નામ નાગનંદે જણાવ્યું છે. આ કાવ્યમાં અઢાર સર્ગ છે, કથાવસ્તુ ઉત્તરપુરાણમાંથી લેવામાં આવ્યું છે. ઉત્તરપુરાણમાં પુરુરવા નામના ભિલ્લરાજથી વર્ધમાનના પૂર્વે ભવાના આરંભ કરવામાં આવ્યેા છે. કવિએ ઉત્તરપુરાણની કથાવસ્તુને કાવ્યેાચિત બનાવવા માટે કાપકૂપ પણ કરી છે. અસગે પુરુરવા અને મરીચનું આખ્યાન છોડી દીધું છે અને શ્વેતાતપત્રા નગરીમાં રાજા નંદિવર્ધનના આંગણામાં પુત્ર જન્માત્સવથી કથાનકના પ્રારંભ કર્યો છે. એમાં સંદેહ નથી કે આરંભસ્થાન અહુ રમણીય છે. ઉત્તરપુરાણની કથાવસ્તુના આરંભના અશને ચાગ્ય રૂપમાં બતાવી મુનિરાજના મુખથી પૂર્વ ભવા લિના રૂપમાં કહેવાયું છે.
વર્ધમાનના જીવન-વિકાસ અનેક ભવે જન્મના સરવાળે છે. પ્રસ્તુત મહાકાવ્યની શૈલી પ્રાયઃ ભારવિના ‘ કિરાતાર્જુનીયમ્' સાથે મળતી છે. મહાકાવ્યની દૃષ્ટિથી આ એક સફળ કાવ્ય કહી શકાય.
*
વીર વર્ધમાન ચરિતમ્
વીર વર્ધમાન ચરિતના રચયિતા ભટ્ટારક શ્રી સકલકીર્તિ છે. એમને સમય વિક્રમની પંદરમી સદી મનાય છે. આ ચરિત્રના આગણીસ અધ્યાય છે. નવમા અધ્યાયમાં ભગવાનના અભિષેકનું વર્ણન છે. ત્યાં કવિએ ગંધ, ચંદન તથા અન્ય સુગંધિત દ્રવ્યેાથી યુક્ત જલ ભરેલા કલશેા વડે ભગવાન મહાવીરના અભિષેક કરાવ્યેા છે પણ દહીં દૂધ આદિ વડે અભિષેક કરાગૈા નથી, ખીજી નવી વાત એ છે કે આઠ વર્ષના થતાં મહાવીરે સ્વયં શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યાં હતાં. શ્વેતાંખર ગ્રંથામાં તીર્થંકર ગૃહસ્થાશ્રમમાં શ્રાવક મત ગ્રહણ કરે છે. એવા ઉલ્લેખ કાઈ પણ જગ્યાએ જોવા મળતે નથી.
બારમા અધ્યાચમાં દીક્ષા લેવા પૂર્વે પેાતાના હૃદયભાવ મહાવીર પેાતાનાં માતા-પિતાને જણાવે છે. દીક્ષા લેવાને કારણે માતા પ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org