________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૮૧ પ્રસ્તાવમાં મહાવીર વડે સહન કરાયેલા પરીષહ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું વર્ણન, આઠમા પ્રસ્તાવમાં સંક્ષિપ્તમાં ગણધરવાદનું વર્ણન, ગણધરો અને ચંદનાની દીક્ષા, ગોશાલકનો પ્રસંગ, બાર વત વગેરેનું નિરૂપણ છે. અને નિર્વાણ અને કેવલજ્ઞાન આદિનું વર્ણન છે.
કાવ્યની દષ્ટિએ આ એક સફલ કૃતિ છે. બાણભટ્ટ, માઘ અને ભારવિનાં સંસ્કૃત કાવ્યને પૂર્ણ પ્રભાવ એમાં જોવા મળે છે. મહારાષ્ટ્રી, પ્રાકૃત ઉપરાંત વચ્ચે વચ્ચે અપભ્રંશ અને સંસ્કૃત પદ્ય પણ પ્રાપ્ત થાય છે. દેશ્ય શબ્દને સ્થાને તદુભવ અને તત્સમ શબ્દોને પ્રાગ સારા પ્રમાણમાં જોવા મળે છે. છંદમાં પણ વિવિધતા જોવા મળે છે.
આ ગ્રંથને ગુજરાતી અનુવાદ શ્રી આત્માનંદ સભા-ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.
આ પ્રમાણે આ ગ્રંથમાં મહાવીરનું સંપૂર્ણ જીવન નિરૂપિત થયેલું છે. છત્મસ્થ અવસ્થા સુધી કમબદ્ધ વર્ણન પ્રાપ્ત થાય છે. એ પછીના વર્ણનમાં ક્રમ જળવાયેલે મળતું નથી.
તિલોયપણુત્તિ દિગંબરની માન્યતા અનુસારનું મહાવીર રેખાચરિત્ર તિલેયપત્તિ નામના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં આટલું લખવામાં આવ્યું છે – તીર્થકર વર્ધમાન કુંડલપુરમાં પિતા સિદ્ધાર્થ અને માતા પ્રિયકારિણથી ચૈત્ર સુદ તેરસને દિવસે ઉત્તરાફાગુની નક્ષત્રમાં ઉત્પન્ન થયા હતા. એમણે માગશર વદ દશમે બપોર પછી જ્યારે ઉત્તરાનક્ષત્ર હતું તે વખતે નાથવનમાં તૃતીય ભક્ત સાથે મહાવતે ગ્રહણ કર્યા.
અત્રે ભગવાન મહાવીર સંબધે ખાસ વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યું નથી. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે.
સંસ્કૃત–સાહિત્ય ભારતીય સાહિત્યના પ્રાચીનનિધિમાં સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષાના કષાગારમાં સંરક્ષિત છે. સંસ્કૃત અને પ્રાકૃત બને ઋષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org