________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૭
સાથે આવશ્યક ચૂર્ણિમાં આપવામાં આવેલ સર્વ જીવનપ્રસંગો પણ અત્રે આપવામાં આવ્યા છે.
લેખકે ચરિત્ર ગ્રંથને રોચક બનાવવા માટે પૂરતા પ્રયાસ કર્યો છે. કથાવસ્તુની સજીવતા માટે વાતાવરણનું માર્મિક ચિત્રણ આપવામાં આવ્યું છે. ભૌતિક તેમ જ માનસિક અને પ્રકારના વાતાવરણની ચારુતા પ્રસ્તુત ગ્રંથને પ્રાણ છે. અનુકૂલ અને પ્રતિકૂલ બન્ને પ્રકારની પરિસ્થિતિમાં રાગ–દ્વેષની અનુભૂતિ કેવી રીતે થાય છે, એનું વિવરણુ ટીકાત્મક રીતે આપવામાં આવ્યું છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વની અભિવ્યંજના પાત્રોના ક્રિયા-કલાપો વડે સુંદર રીતે કરવામાં આવી છે.
પ્રસ્તુત ચરિત્ર કાવ્યમાં જેટલા પ્રમાણમાં મનેારંજનનું તત્ત્વ છે, એનાથી અધિક પ્રમાણમાં માનસિક તૃપ્તિનાં સાધના વિદ્યમાન છે. મરીચિ અહંકારથી જીવનના આધારભૂત એવા વિવેક અને સમ્યક્ત્વની ઉપેક્ષા કરે છે. પરિણામે અને અનેક વાર જન્મ લેવા પડે છે. તે પોતાના સંસારની સીમાને આમ વિસ્તૃત કરે છે. ચરિત્રગ્રંથ હાવા છતાં લેખકે મર્મસ્થાનાની એવી સુંદર ચાજના કરી છે કે વાચકોની જિજ્ઞાસાવૃત્તિ અંત સુધી જળવાઈ રહે છે.
આ આખા ગ્રંથ પદ્યમદ્ધ છે. એની ભાષા સરલ અને પ્રવાહિત છે.૯ મહાવીરચરિયું ( ગદ્યપદ્યમય )૧૦
આ મહાવીર ચરિત્રના રચનાર ગુણચન્દ્રસૂરિ છે. તે પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૧૧૩૯ માં પ્રસ્તુત ગ્રંથની રચના થઈ છે.
આચાર્ય સિદ્ધાંત–નિરૂપણુ, તત્ત્વનિર્ણય અને દર્શનની ગૂઢ સમસ્યાના ઉકેલ માટે અને અનેક ખૂબ ગંભીર વિષયા સ્પષ્ટ કરવા માટે ૯ પ્રાકૃતભાષા અને સાહિત્યના આલેાચનાત્મક ઇતિહાસ – નેમિચન્દ્ર શાસ્ત્રી ૧૦ દેવચંદ્ર લાલભાઈ ગ્રંથમાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org